મોરબી : ઠેર ઠેર ખુલ્લા ગટરોના ઢાંકણાથી લાતી પ્લોટમાં થતા અકસ્માતો

- text


મોરબી : ” મારૂ મોરબી સ્વચ્છ મોરબી” સુત્ર શોભાના ગાંઠીયા જેવું પુરવાર થઇ રહ્યું છે. મોરબી સ્વચ્છ તો નથી રહ્યું પણ હવે તંત્રની લાપરવાહીને કારણે સલામત પણ નથી રહ્યું. સલામતીની દ્રષ્ટિએ લાતી પ્લોટની હાલત દિન-પ્રતિદિન કફોડી બનતી જોવા મળી રહી છે.

લાતી પ્લોટની ૬ અને ૭ નંબરની શેરી વચ્ચે રસ્તામાં ખુલ્લા ગટરના ઢાંકણાઓ અકસ્માતને આમંત્રણ આપતા હોય એમ મો ફાડીને બેઠા છે. અહીં વારંવાર નાના મોટા અકસ્માતોના બનાવો બનતા રહે છે. આમ છતાં કોઈ મોટી જાનહાની થાય એવા મોટા અકસ્માતની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શુ એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

- text

એક તરફ ટ્રાફીકની સમસ્યાથી, ગંદકીથી અને એને કારણે ફેલાતી બીમારીથી લોકો ત્રસ્ત છે ત્યારે અધૂરામાં પૂરું હવે ખુલ્લી ગટરોને કારણે અકસ્માતનો ભય પણ ઝળુંબી રહ્યો છે. તંત્ર એની જવાબદારીમાંથી ઉણું ઉતર્યું છે ત્યારે હાલમાં કોઈ અકસ્માત ન સર્જાઈ તે માટે ગટરોના ઢાંકણા પર સ્થાનિકોએ જોકે ટાયરો અને પાટીયા ઉભા કરી દીધા છે. તંત્ર ઉંધમાંથી ઉઠી તાકીદે આ ગટરના ઢાંકણા બંધ કરે તેવી લોક માંગણી પ્રબળ બની રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text