મોરબી : શનાળા રોડ ખેરની વાડીમાં રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન

- text


સીતારામના કથા પ્રસંગે,આયોજક પ્રભુભાઈ કંઝારીયાની પુત્રી વર્ષાબેનના લગ્ન કથા મંડપમાં જ યોજાશે

મોરબી : સ્વ. ગણેશભાઈ લખમણભાઈ કંઝારીયા તથા સ્વ. કુવરબેન ગણેશભાઈના પુત્ર પ્રભુભાઈએ શનાળા રોડ, સમય ગેટ પાસે, મોમ્સ હોટલની પાછળ, રામજી મંદિરની બાજુમાં, ખેરની વાડી, મોરબી ખાતે શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું છે.

ચૈત્ર સુદ ૧૩, તારીખ ૧૭/૦૪/૨૦૧૯ને બુધવારે સવારે ૯:૦૦ કલાકે પ્રારંભ થનાર રામકથાની ચૈત્ર વદ ૬, તારીખ ૨૫/૦૪/૨૦૧૯ને ગુરુવારે સાંજે ૪:૦૦ કલાકે પુર્ણાહુતી થશે. સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૦૦ અને બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી દરરોજ ચાલનારી કથામાં વ્યાસપીઠ પર ભરતનગર વાળા જમનબાપુ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
તારીખ ૧૭/૪/૧૯ને બુધવારે સવારે ૮:૦૦ કલાકે પોથીયાત્રા બાદ કથા મહાત્મ્ય, તા. ૧૮ના રોજ શિવ વિવાહ, તા.૧૯ના રોજ શ્રી રામ પ્રાગટય, તા.૨૦ના રોજ શ્રી રામ-જાનકી વિવાહ, તા. ૨૧ના રોજ કેવટ પ્રસંગ, તા.૨૩ના રોજ ભરત મિલાપ, તા.૨૪ના રોજ શબરી કથા, તા.૨૫ના રોજ રામેંશ્વર પૂજન અને રામ રાજ્યાભિષેક સહિતના પ્રસંગો ઉજવાશે. તારીખ ૨૦/૪/૧૯ના રોજ શ્રી રામ-જાનકી વિવાહના પ્રસંગ સાથે જ રામકથા આયોજક કસ્તુરબેન તથા પ્રભુભાઈની પુત્રી વર્ષાબેનના લગ્ન પણ કથા મંડપમાં જ યોજાશે. આયોજક પ્રભુભાઈએ ધર્મપ્રેમી જાહેર જનતાને શ્રી રામકથા જ્ઞાનયજ્ઞમાં કથા શ્રવણ કરવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text