મોરબીમાં કાલે ભગવાન શ્રીરામની જન્મજયંતી ધર્મોલ્લાસભેર ઉજવાશે

- text


વિવિધ સંગઠનો દ્વારા રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળશે : શહેર અને ગામે ગામ આવેલા રામજી મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીમાં દશરથનંદન અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજયતિની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા આવતીકાલે રામનવમી નિમિતે રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શહેર તથા ગામેગામ આવેલા રામજી મંદિરોમાં વિશેષ પુજાઅર્ચના સહિતના કાર્યક્રમો યોજાશે.

મોરબીમાં ભગવાન શ્રીરામની જન્મજયતિના અવસર રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રામનવમી પર્વને લઈને ભક્તો રામમય બની ગયા છે.રામનવમીની ઉજવણીની તૈયારીઓના ધમધમાટને આખરી ઓપ આપવામાં આવ્યો છે.ઠેરઠેર આવેલા રામજી મંદિરોને શણગરવામાં આવ્યા છે અને ભગવાન શ્રીરામ તથા માતા જાનકીની મૂર્તિઓને વિશેષ શ્રુગ્રાર કરવામાં આવ્યો છે.આવતીકાલે રામનવમીએ વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા મુખ્ય રાજમાર્ગો પર ફરશે અને શોભાયાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાઈને એકબીજા પર અબબી ગુલાલની છોળો ઉડાડીને રામલલ્લાનો જન્મદિન હર્ષભેર ઉજવશે.જ્યારે રામનવમી નિમિતે શહેર તથા ગામેગામ આવેલા તમામ રામજી મંદિરોમાં ધૂન ભજન કીર્તન, પ્રભાતફેરી, સુંદરકાંડ પઠન, હોમ હવન સહિતના પૂજા અર્ચના કાર્યક્રમો યોજાશે.તેમજ રામભક્તો એકટાણા ઉપવાસ કરીને ભગવાનની પૂજા અર્ચના કરશે.એકંદરે રામનવમી પર્વને લઈને સમગ્ર શહેર ભગવાન શ્રીરામની ભક્તિમાં તલ્લીન થઈ ગયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text