આઠ દિકરીઓએ પિતાની કંધોતર બની અગ્નિસંસ્કાર કર્યા

- text


પિતાના અંતિમ સંસ્કાર કરી દિકરીઓએ પિતૃઋણ નિભાવતા પુત્રની કમી ન વર્તાવવા દીધી

મોરબી : “પુત્ર પુત્રી એક સમાન”નું સરકારી સૂત્ર ચરિતાર્થ કરતો એક કિસ્સો મોરબીમાં ઉજાગર થયો છે. જેમાં પિતાનું અવસાન થતાં એમની આઠ દીકરીઓએ પુત્ર બની પુત્રીધર્મ નિભાવ્યો હતો.

હિન્દૂ સંસ્કૃતિની માન્યતા મુજબ માતા-પિતાના અંતિમ સંસ્કાર પુત્રના હાથે થાય તો જ એમને મોક્ષ પ્રાપ્તિ થાય. આવી માન્યતાને કારણે પુત્રીઓ સામાન્ય રીતે માતા-પિતાની અંતિમયાત્રા, અંતિમસંસ્કાર કે મરણોપરાંત્ અન્ય સંસ્કારોમાં ભાગ નથી લેતી. જો કે આ રીત રિવાજ જે તે સમયની માંગ પ્રમાણે સ્થાપિત થયેલા અને બાદમાં રૂઢ થઈને રૂઢિ બની ગયા. હાલના સમયે પણ મોટે ભાગે આવી રૂઢિ પ્રમાણે જ જીવનના સોળ સંસ્કારો પૈકીના આ સોળમા અંતિમ સંસ્કાર માટે પુત્ર જ આ ફરજ નિભાવતો હોય છે.

ત્યારે એક બનાવમાં આઠ પુત્રીઓના પિતાનું અવસાન થતા દિકરીઓએ દીકરા બનીને પિતાના અંતિમસંસ્કારની ફરજ નિભાવતા એમના આ કર્તવ્યની ચોમેર પ્રસંશા થઈ રહી છે. મૂળ મોરબીના હાલ રાજકોટ રહેતા ધીરજલાલ કેશવલાલ વ્યાસનું 74 વરસની ઉંમરે હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયું હતું. સંતાનમાં એમને આઠ દીકરીઓનો વિશાળ પરિવાર છે. બે દીકરીઓ મોરબી જ્યારે છ દીકરીઓ રાજકોટ ખાતે પરણાવેલી છે. કારખાનામાં નોકરી કરતા ધીરજલાલ હાલ તેમના પત્નિ રમાબેન સાથે નિવૃત જીવન ગાળતા હતા. ગત તારીખ 9 એપ્રિલને મંગળવારે સવારે 9:30 કલાકે ધીરજલાલનું અવસાન થતા એમની પુત્રીઓ ક્રિષ્નાબેન દિનેશભાઇ, નીતાબેન ચંદ્રેશભાઈ, જિજ્ઞાષાબેન મહેન્દ્રભાઈ, મીનાક્ષીબેન ભાવેશભાઈ, રશ્મિતાબેન પિયુષભાઈ, પારુલબેન જયેશભાઈ, અર્ચનાબેન જીતેન્દ્રભાઈ અને આરતીબેન પ્રિયાંશુંભાઈએ પિતાને કાંધ આપી હતી. તેમજ સ્મશાને જઈ પિતાને અગ્નિસંસ્કાર આપ્યા હતા. વ્યાસ પરિવારમાં આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત ડાઘુઓ સાથે સ્મશાનભૂમિ પર જઈ દીકરાની ભૂમિકા ભજવી દિકરીઓએ પિતા પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવતા અન્ય સમાજ માટે પણ એક દિશા સૂચક મૂક સંદેશ આપ્યો હતો. પિતાને અગ્નિસંસ્કાર આપનાર દીકરીઓ ખાખરાળાના પૈજા પરિવારની ભાણેજો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text