વાંકાનેરના એસ્ટ્રોસિટી કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય સહીત પાંચની ધરપકડ : આગોતરા જામીન મળેલ હોય તમામનો છુટકારો

- text


વાંકાનેરમાં વર્ષ-2012ના ટીડીઓ એ કરેલ સરકારી મિલકતને નુકશાન-એટ્રોસિટીમાં કેસમાં કાર્યવાહી

વાંકાનેરમાં વર્ષ 2012માં ટીડીઓએ વાંકાનેરના ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓ સામે સરકારી મિલકતને નુકસાન અને એસ્ટ્રોસિટી અંતર્ગત નોંધાવેલ ફરિયાદમાં ધારાસભ્ય સહિતનાઓએ જે તે વખતે ગુજરાત હાઈકોર્ટમાંથી આ ફરિયાદ પર સ્ટે મેળવ્યો હતો જે સ્ટે હાઈકોર્ટ દ્વારા હાલ ઉઠી જતા ધારાસભ્ય સહિતનાઓની ધરપકડ થવાની સંભાવનાઓ રહેલ હતી પરંતુ ધારાસભ્ય સહિતના વ્યક્તિઓએ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લઈ વાંકાનેર સીટી પોલીસ મથકે રજૂ થતા વાંકાનેર પોલીસ દ્વારા તેઓના નિવેદન નોંધી જામીન પર મુક્ત કરેલ છે જ્યારે હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે જ કોંગ્રેસના ધારાસભ્ય સહિતના વ્યક્તિઓની ધરપકડ ના સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં જાતજાતની ચર્ચાઓ ઉઠવા પામી છે આરોપીઓમાં વાંકાનેર ના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખના પતિ યુનુસભાઈ સેરસીયા, મહંમદભાઈ શેખ માજીસરપંચ તીથવા, જલાલભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય અને એ.વી. ચૌધરી તાલુકા પંચાયત સદસ્ય વિરુદ્ધ તાલુકા પંચાયત કચેરી માં સરકારી મિલકતને નુકસાન અને ટીડીઓ પર બેફામ વાણીવિલાસ માટે એસ્ટ્રોસિટી અંતર્ગતનો કેસ નોંધાયો હતો

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text