પાનેલી ગામના ઉપસરપંચ સામે 10 કરોડથી વધુની ખનીજચોરીની ફરિયાદ

- text


અકસ્માતને પગલે ખનીજચોરીનો પર્દાફાશ

મોરબી : મોરબી જિલ્લાના મોટી પાનેલી ગામે બારેક દિવસ પહેલા જે રોડ અકસ્માત થયેલો, એ પછી ગ્રામજનોમાં ખનીજચોરી મામલે વ્યાપક રોષ ફેલાયો હતો, અને તંત્ર દ્વારા ખનીજચોરી અંગે તપાસ કરવામાં આવીઓ હતી. જેમાં ગામના ઉપસરપંચ વિરુદ્ધ 7.11 લાખની ખનીજચોરી ઉપરાંત પર્યાવરણને નુકસાનીનું વળતર મળીને કુલ 10.02 કરોડની ખનીજચોરી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબીના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર ભાદરકા દ્વારા તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ 379 તથા ગુજરાત મિનરલ્સ(પ્રિવેંશન ઓફ ઇલ્લીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) તેમજ એમ એમ આર ડી એક્ટ 1957ની કલમ 4(1) 4(4 એ) તથા 21(1)6 મુજબ પાનેલીના ઉપસરપંચ રમેશભાઈ શીવાભાઈ આંતરેસા વિરુદ્ધ પાનેલી ગામના સીમ વિસ્તારમાં હાર્ડ મોરમ નામના ખનીજનું ખોદકામ કરીને બિનઅધિકૃત રીતે 3,16,086 ટન કિંમત રૂપિયા 7,11,19,350 સરકારની વસુલાત પાત્ર રકમ અને રૂપિયા 2,91,58,935 પર્યાવરણની નુકસાનીનું વળતર મળીને કુલ 10,02,78,283ની ખનીજ ખાતાની કોઈ પણ મંજૂરી વિના ખનન સાથે સંક્ળાયેલા આરોપીએ ગેરકાયદેસર ખનીજચોરી કરીને ગુનાની ફરિયાદ નોંધાવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

ફાઈલ તસ્વીર

 

- text