મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક

- text


6 દિવસની રજા બાદ માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમ્યું : પ્રથમ દિવસે જ 1854 કવિન્ટલ ઘઉંની આવક થઈ

મોરબી : મોરબીનું માર્કેટીંગ યાર્ડ 6 દિવસની રજા બાદ આજે ફરી ધમધમી ઉઠ્યું હતું.જોકે ઉનાળાની શરૂઆત થવાની સાથે ઘઉંની સિઝન શરૂ થતાં માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક થઈ હતી અને પ્રથમ દિવસે જ માર્કેટયાર્ડમાં 1854 કવિન્ટલ ઘઉંની આવક થઈ હતી.

ઉનાળો શરૂ થતાની સાથે જ ઘઉંની સિઝનની શરૂઆત થઈ ગઈ છે.જોકે ઉનાળામાં ઘઉંની સિઝન દરમ્યાન લોકો બારેમાસના ઘઉંની એકસાથે ખરીદી કરી લેતા હોવાથી બજારમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉં ઠલવાતા રહે છે.તે મુજબ આજે મોરબીના માર્કેટીંગ યાર્ડમાં પણ ઘઉંની મબલખ આવક થઈ હતી.જોકે માર્કેટયાર્ડમાં છે દિવસ રજા હોવાથી આજે ફરીથી ધમધમી ઉઠ્યું હતું અને આજે પ્રથમ દિવસે માર્કેટીંગ યાર્ડમાં 1854 કિવન્ટલ એટલે કે 9270 મણ ઘઉંની આવક થઈ હતી. માર્કેટયાર્ડમાં આ ઘઉંનો પ્રતિ મણ દીઠ રૂ.345 થી રૂ.435 નો ભાવ રહ્યો હતો.

આ ઘઉંની સાથે અન્ય જણસીઓની પણ આવક થઈ હતી.જેમાં જીરું 505 , ચણા 149 , એરંડા 85, કપાસ 125, મગફળી 13 ,ગુવાર બી. 25, રાયડો 26, તુવેર 7 કવિન્ટલ તથા શાકભાજીમાં લીલા મરચા 23, રીગણા 23, કારેલા 4, ગુવાર 7, ભીંડો 9, ટમેટા 139, કોબીચ 28, કાકડી 14, લિબુ 26, દૂધી 14, ડુંગળી 59 કવિન્ટલની આવક થઈ હોવાનું માર્કેટીંગ યાર્ડના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text