ગુડ ન્યુઝ : મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ હવે પહેલે નંબરે પાસ

- text


સરકારી પ્રાથમિક શાળાઓ સુવિધાથી સુસજજ, ગુણવત્તાસભર તેમજ આધુનિક બનવા લાગી

મોરબી : વરસો પહેલા સરકારી શાળાઓનું સ્તર ખાનગી શાળાઓની તુલનાએ ઘણું ઉતરતું હતું. પ્રાથમિક સુવિધાઓ અને માળખાગત સુવિધાઓના અભાવને કારણે વાલીઓ ખાનગી શાળાઓમાં પોતાના સંતાનોને શિક્ષણ અપાવવા માટે પ્રાથમિકતા આપતા. પરંતુ મોરબી જિલ્લામાં ધીમે ધીમે આ પરિસ્થિતિમાં સુધારો થતા હાલ સરકારી પ્રાથમિક શાળાઓ પણ ખાનગી શાળાઓની માફક દરેક પ્રકારે વિકાસ પામી છે.

અગાઉ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનિયમિતતા ઉડીને આંખોને ખૂંચતી હતી. તેની જગ્યાએ હાલ વિદ્યાર્થી તેમજ શિક્ષકોની ઓનલાઈન અને બાયોમેટ્રિક હાજરી પુરવામાં આવી રહી હોવાથી હાજરીની નિયમિતતા જળવાઈ રહી છે.

મોરબી જિલ્લામાં 595 જેટલી પ્રાથમિક શાળાઓમાં હાલ 94 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાયાનું પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓ સુવિધાથી સુસજ્જ, ગુણવત્તાસભર તેમજ હેતુલક્ષી બને એ માટે શિક્ષણ વિભાગ દ્વારા અનેકોનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં નિયમિતતા આવે એ માટે દરરોજ સર્વ શિક્ષા અભ્યાનની વેબસાઈટ પર ઓનલાઈન હાજરી પુરવામાં આવે છે. શહેરી વિસ્તારની કેટલીક શાળાઓમાં પ્રાયોગિક ધોરણે શિક્ષકોની બે વખત બાયોમેટ્રિક હાજરી પુરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને પીવા માટે ચોખ્ખું ઠંડુ પાણી મળી રહે એ માટે આર.ઓ.અને વોટરકુલર પુરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી જિલ્લાની 30 શાળાઓના 945 જેટલા દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગના ભાર વગરનું ભણતર મળે એ માટે આવા બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત ઈકો સ્ટાર, ક્રુઝર જેવા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર તરફથી જે તે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં શિષ્યવૃતિ અને ગણવેશના રૂપિયા ઓનલાઈન જમા થઈ જાય છે. વિદ્યાર્થીઓ માટે એક સરખા ગણવેશ તેમજ તમામના આઈ.કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરે એવા હેતુસર દર શનિવારે ધો.3 થી 8 ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવામાં આવે છે. આ એકમ કસોટીમાં મેળવેલ માર્ક ઓનલાઈન દર્શાવવામાં આવે છે જેના આધારે ઉપચારાત્મક શૈક્ષણિક કાર્ય કરાવાય છે. ઉપરાંત બીજા ધોરણમાં બે વખત નિદાન કસોટી લેવામાં આવે છે ત્યાર બાદ એ નિદાન કસોટીના આધારે દરેક બાળકના રીપોર્ટ કાર્ડ ઓનલાઈન કાઢી આપવામાં આવે છે. જેના આધારે બીજા ધોરણમાં ઉપચારાત્મક કાર્યવાહી દરેક શાળામાં કરવામાં આવી રહી છે.

- text

એવી જ રીતે આગામી દિવસોમાં પહેલા ધોરણમાં સ્કૂલ રેડીનેશ પ્રોગ્રામ દ્વારા પહેલા ધોરણનો પાયો મજબૂત કરવામાં આવનાર છે. તેમજ ધોરણ 6 થી 8ની શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ અપાઈ રહયું છે. દુરવર્તી શિક્ષણ માધ્યમથી રાજ્યકક્ષાએથી તજજ્ઞો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તેમજ વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી પણ તજજ્ઞો દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે. આવી રીતે અનેકવિધ પદ્ધતિ, પ્રવિધિ અને પ્રવૃત્તિથી શિક્ષણકાર્ય થતું હોય સરકારી પ્રાથમિક શાળાઓ ગુણવત્તાસભર અને સુવિધાથી સુસજ્જ બનેલ છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ શાળાઓની વર્ગોની સતત મુલાકાત લઈ શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. વળી મોરબી જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં આર્થીક રીતે પછાત કહી શકાય એવા માળીયા તાલુકાને ડી.પી.ઈ.ઓએ ખુદ દત્તક લીધો છે. જેઓ અવારનવાર શાળાઓની મુલાકાત લઈ હેન્ડ હોલડીંગ પૂરું પાડી રહ્યા છે.

આમ સરકારી પ્રાથમિક શાળાઓ પ્રત્યે વાલીઓનો અભિગમ બદલાય અને ગ્રામ્ય કક્ષાએ તમામ બાળકો શાળાએ આવતા થાય તેમજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ મેળવવાનો અધિકાર ભોગવતા થાય તેવા સત્યું પ્રયાસો થઈ રહ્યા છે જેના મીઠા ફળ આવનારી પેઢીને જરૂર માણવા મળશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text