મોરબી : કાલથી ત્રણ બેંકોનું એકત્રીકરણ, ફોન પર ખાતા અંગેની વિગત ન દેવા પોલીસની અપીલ

- text


 

મોરબી : આવતીકાલથી દેના બેન્ક , વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડાનું એકત્રીકરણ થવાનું છે. આ એકત્રીકરણ બાદ ગ્રાહકો પાસેના કાર્ડ અગાઉની જેમ જ કાર્યરત રહેવાના છે. જો કોઈ વ્યક્તિ કાર્ડ બંધ થઈ જવાનું હોવાનું જણાવીને વિગતો માંગે તો કોઈ ગ્રાહકે વિગતો ન આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

આવતીકાલે તા.૧ એપ્રિલથી બેન્ક ઓફ બરોડા, વિજ્યા બેન્ક તથા દેના બેન્કનું એકત્રીકરણ થનાર છે. આ બેન્કોના તમામ ગ્રાહકોને આપવામાં આવેલ તમામ પ્રકારના કાર્ડમાં કોઇ જ ફેરફાર થનાર નથી અને આ તમામ કાર્ડ તેની એકસપાયરી ડેટ સુધી ચાલુ જ રહેશે. આથી જો આપને કોઇ ફોન દ્વારા એવું જણાવે કે, આપની બેન્ક મર્જ થઇ ગયેલ હોઇ નવા કાર્ડ માટે આપના જુના કાર્ડના નંબર કે ઓટીપી જણાવો તો આવા કિસ્સામાં કોઇને પણ ઓટીપી કે પીન નંબર આપવો નહીં. વધુ વિગતો માટે આપના બેન્કની મુલાકાત લેશો.તેમ પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

- text