મોરબીમાં બે સગી બહેનો એક અઠવાડિયાથી લાપતા

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી બે સગી બેહની એક અઠવાડિયાથી લાપતા બની છે. આથી ચિંતાતુર થયેલા તેના પરિવારે પોલીસ મથકમાં પોતાની બન્ને પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલિસે ગુમ થનાર બન્ને બહેનોની શોધખોળ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે નીલકંઠ સોસાયટીના રહેતા હસમુખપરી ગોસાઈની 19 વર્ષીય પુત્રી ઉર્વીબેન ગત તા. ૨૩ ના રોજ નાલંદા વિધાલય ટંકારા ખાતે ગયા બાદ ગુમ થઈ ગઈ હતી. ગુમ થનાર યુવતી અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત ગુમ થયેલ ઉર્વીબેનની સગી બહને ખુશ્બુબેન (ઉ.વ.૨૩) પણ લાપતા બની હતી. સપ્તાહ પૂર્વે બે સગી બહેનો ગુમ થયા બાદ હજુ બન્નેની ભાળ મળી નથી નથી. બન્ને સગી બહેનો વારાફરતી અચાનક ગુમ થઈ જતા તેનો પરિવાર ચિંતાતુર થઈ ગયો છે. જોકે આ બન્ને બહેનોનું ગુમ થવાનું ચોકસસ કારણ જાણવા મળ્યું નથી. આ બાબતે ગુમ થનાર બન્ને બહેનોના પરિવારે પોલીસમાં ગુમસુદા નોધાવી છે. પોલીસે ગુમસુદા નોંધીને બન્ને બહેનોની વિવિધ દિશામાં શોધખોળ હાથ ઘરી છે.

- text