વાંકાનેર : પરપ્રાંતીય શ્રમિકે 7.82 લાખના વીજ વાયરની ચોરી કર્યાની ફરિયાદ

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં ચોરીના બનાવો રોજિંદા બની ગયા છે ત્યારે તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપીને પોલીસે ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે. ત્યારે વાંકાનેર પંથકમાં ફરી એક ચોરીની ધટના બની છે. જેમાં લાઈન પાવર સપ્લાઈયરનું મજુરી કામ કરતા પશ્ચિમ બંગાળના એક મજૂરે ૭ લાખથી વધુના વાયરની ચોરી કરી
ગયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

- text

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણિયારી ગામે રહેતા હરેશભાઈ ભાણજીભાઈ પટેલ ઓમ પાવર ટ્રાન્સમિશન પ્રા.લીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હોય અને લાઈન પાવર સપ્લાયનું વાંકાનેર પંથકમાં કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન હરેશભાઈની કંપનીમાં લેબરવર્કનું કામ કરતો યુસુફઅલી ઉજીર શેખ (રહે-માલદા, પશ્ચિમ બંગાળ ) નામનો શ્રમિક વાંકાનેર-થાન રોડ પર ચાલી ચોકડી પાસે ખુલ્લી જગ્યામાંથી એસી.એસ.આર ઝીબ્રા વાયર ૨૫૦ કિલો કિંમત રૂ.૩૦૦૦૦ તા.૧૬-૦૩-૧૯ના રોજ તથા ડ્રમ નંગ-૨ કે જેમાં ૨.૨૬૫ કી.મી. લંબાઈનો વાયર અંદાજીત કિંમત રૂ.૭,૫૨,૦૫૬ તા.૧૮-૦૩-૧૯ના રાત્રીના કોઈપણ સમય દરમ્યાન ચોરી કરી કુલ મુદામાલ કીમત રૂ.૭,૮૨,૦૫૬ના વાયરની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હરેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે. વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી ભાગી છૂટેલા શ્રમિકની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text