મોરબી : જિલ્લામાં ઓરી અને રુબેલાના કેસોના અસરકારક નિયંત્રણ માટે નવી રણનીતિનું આયોજન

- text


મોરબી : ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળતા ઓરી અને રુબેલા જેવી બીમારીના વાયરસને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર તરફથી વિવિધ પ્રકારના આયોજનો અને રસિકરણના પ્રયાસો થતા રહેતા હોવાથી પાછલા વર્ષોમાં ઓરી તેમજ રુબેલા જેવી બીમારીના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર કર્યું છે.

વરસો પહેલા વાયરસ જન્ય આ બીમારીઓ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી હતી. જેને કારણે અલ્પશિક્ષિત સમાજમાં ઘણી અંધશ્રધા પણ પ્રવર્તતી હતી. ખાસ કરીને હોળી ધૂળેટીની આસપાસના સમયમાં આ વાયરસ વધુ સક્રિય થતા. ત્યારે સરકારી સ્તરે આ સમયગાળા દરમ્યાન ખાસ આયોજનો દ્વારા ક્રમશઃ આ બીમારી ઉપર નિયંત્રણ આવી રહ્યું છે.

આરોગ્ય વિભાગની રસિકરણની જુંબેશને કારણે 2017માં આ કેસોની સંખ્યા જે 144 હતી તે 2018માં 45 થઈ ગઈ હતી. તેમજ 2019ના ચાલુ વરસ દરમ્યાન હાલ સુધીમાં માત્ર 10 કેસો જ સામે આવ્યા હોય રસિકરણની વ્યાપક જુંબેશ અસરકારક સાબિત થઈ રહી છે તેવી માહિતી મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

- text

તારીખ 26 માર્ચના રોજ જિલ્લા પંચાયતમાં મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં WHOના અધિકારી ડૉ. અમોલ ભોંસલે, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડી.વી.બારવવા, આર.સી.એચ.ઓ. ડૉ. વિપુલ કારોલીયા તેમજ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા સહિત જિલ્લા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો અને તમામ મેડિકલ ઓફિસરોની ઉપસ્થિતિમાં આવનારા દિવસોમાં લેવાનાર તકેદારીના પગલાંઓ સહિતના આયોજનની ચર્ચા કરી માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

- text