મોરબીમાં ઠેર ઠેર આસ્થાભેર હોલિકા દહન : કાલે ધુળેટીની રંગબેરંગી ઉજવણી

- text


ધુળેટીની ઉજવણીમાં છાકટા બનતા તત્વો પર પોલીસની બાજ નજર રહેશે

મોરબી : મોરબીમાં આજે આસુરી શક્તિ પર વિજય મેળવવાના પર્વ હોળીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવનાર છે. જ્યારે આવતી કાલે ધુળેટીની રંગબેરંગી ઉજવણી કરાશે. જોકી ધુળેટીની ઉજવણીમાં છાકટા બનતા તત્વો પર પોલીસની બાજ નજર રહેશે.

મોરબીમાં આજે હોલિકા દહનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી શહેર અને તમામ ગામડાઓમાં આસ્થાપૂર્વક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ, પંચાસર રોડ, દરબાર ગઢ, માધાપર રામચોક , વાઘપરા, વિશિપરા, કાલિકાપ્લોટ, લાતીપ્લોટ,વજેપર, ગુ.હા.બોર્ડ તથા સામાકાંઠે અરુણોદય સોસાયટી, વેજીટેબલ રોડ, લાલભાગ,રિલીફ-રોટરીનગર, વિધુતનગર, સોઓરડી સહિતના તમામ વિસ્તારો અને ચોકે-ચોકે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.તેમજ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પોરોણીક રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી.લોકોએ નાળિયેર સાથે હોળીની પ્રદક્ષિણા કરી હતી તેમજ હોલીમાં ખજૂર , ધાણી,દાળિયા, પતાસા વગેરે ચીજવસ્તુઓનું દહન કરીને પૂજાઅર્ચના કરી હતી અને કપૂરની ગોટી સળગાવી વાતાવરણમાં શુદ્ધિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.જ્યારે આવતીકાલે ધુળેટીની ઉજવણીમાં નિર્દોષ મોજ મસ્તી અને ધમાલ સાથે રંગોની બોછર ઉડશે. અબાલ વૃધ્ધ સહિત સૌ કોઈ દુઃખ દર્દને ભૂલીને મિત્રો તથા સગાસ્નેહીઓ સાથે રંગપર્વ માનવી કડવાશભર્યા સંબંધોનું પૂર્ણવિરામ કરીને એકબીજાના જીવનમાં ઉમંગનો રંગભરી દેશે.જ્યારે ધુળેટી નિમિતે પોલીસ દ્વારા જાહેરનામાનો કડક અમલ કરવામાં આવશે. અને શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરાણે રંગ ઉડાવવાની કોશિશ કરતા તત્વોને સબક શીખવવામાં આવનાર છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

- text