મોરબીની કરાઓકે કલબનો આજે સાંજે પ્રથમ ઓડિશન રાઉન્ડ

- text


ઓડિશન આપવા ઇચ્છુકોનું સ્પોટ રજિસ્ટ્રેશન પણ થઈ શકશે

મોરબી : મોરબીમાં સંગીતપ્રેમી લોકો માટે કરાઓકે ક્લબ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત નિયમિત રીતે કરાઓકે સિંગિંગના કાર્યક્રમો કરવામાં આવશે. આ ક્લબમાં જોડાવા માટેનો પ્રથમ ઓડિશન રાઉન્ડ આજે રવિવારના રોજ સાંજે 4.00 વાગ્યે સ્વરાંગન, નિલકંઠ સ્કૂલની સામે, રવાપર રોડ પર રાખેલ છે.

- text

જે લોકો આ કરાઓકે ક્લબમાં જોડાવા માગતા હોય તેઓ સાંજે 4.00 વાગ્યે ફોર્મ ભરેલ નહીં હોય તો પણ સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા ઓડિશન આપી શકશે. આ ક્લબમાં જોડાવા માટે હાલ કોઈ ફિ રાખેલ નથી. રજિસ્ટ્રેશન નિ:શુલ્ક છે. વધુ માહિતી માટે રવિન્દ્રભાઈ ભટ્ટ- 98982 88777, કિશોરભાઈ શુક્લ – 98257 41868, નીરવ માનસેતા – 73835 51525 નો સંપર્ક કરવાનો રહેશે.

- text