મોરબીમાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ!!

- text


શહેરના પોશ વિસ્તારમાં કચરો નાખવાના સ્થળે ઠેક ઠેકાણે દારૂની ખાલી બોટલ , દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર

મોરબી : મોરબીના પોશ વિસ્તારમાં કચરો નાખવાના સ્થળે ઠેક ઠેકાણે દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. આ દ્રશ્ય દારૂબંધીના કાયદાના ચીરહરણને છતું કરે છે. હાલ શહેરમા દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

મોરબીના રવાપર રોડ અને નવા બસ સ્ટેન્ડ વચ્ચે આવેલા પોશ વિસ્તારમાં કચરો નાખવાની જગ્યાએ કચરો ઓછો અને દારૂની ખાલી બોટલો વધુ દેખાય છે. આ દ્રશ્યથી દારૂબંધીનાં કાયદાની અમલવારી કેવી થાય છે તે સાફ નજરે પડે છે. વધુમાં યુવાધન પણ દારૂની કુટેવ તરફ વળ્યું છે. જે સમાજ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. દારૂનું વ્યસન કોઈ એક વ્યક્તિને નહિ પણ સમગ્ર પરિવારને ઉજાળે છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text