મોરબી, માળીયા અને ટંકારામાં ૪૨૩૯ રાજકીય હોર્ડિંગ્સ અને બેનરો હટાવાયા

- text


આચારસંહિતાનો કડકપણે અમલ થતો હોવાના તંત્રના દાવા વચ્ચે ઠેર ઠેર લટકતા રાજકીય નેતાના બેનરો

મોરબી : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે આદર્શ આચારસંહિતા લાગુ પડી છે.ત્યારે મોરબી જિલ્લામાં વહીવટી તંત્રે આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન કરાવવા માટે રાજકીય બેનરો અને હોડીગ્સ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અને મોરબી, માળીયા તથા ટંકારામાં બે દિવસમાં ૪૨૩૯ રાજકીય હોડીગ્સ બેનરો હટાવી દીધા છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી સતાવાર યાદી મુજબ દેશના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.એ સાથે સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે.ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લામાં આચારસંહિતાનું કડકપણે પાલન કરવામાં સુજજ બન્યું છે અને બે દિવસથી જિલ્લામાં આચારસંહિતાનો ભંગ કરતા વાંધાજનક રાજકીય બેનરો હટાવવામાં આવી રહ્યા છે

- text

છેલ્લા બે દિવસમાં મોરબી, માળીયા અને ટંકારામાં જાહેર અને ખાનગી જગ્યાએ લાગેલા રાજકીય પ્રચારના ભીત ચિત્રો, પોસ્ટરો, લખાણો બેનર અને હોડીગ્સ મળીને કુલ ૪૨૩૯ વસ્તુઓ હટાવી દેવાયા હોવાનું સતાવાર રીતે જાહેર કરાયુ છે.જોકે જિલ્લામાં ૯૭૧ જેટલા હથિયારો નોંધાયા છે અને લોકસભાની ચૂંટણીના સંદર્ભે આ હથિયારો કબજે કરવાની કાર્યવાહી ચાલી રહી છે.તંત્ર દ્રારા આચારસંહિતાનો કડકપણે અમલ કરાતો હોવાના દાવા વચ્ચે ઠેર ઠેર રાજકીય નેતાઓના બેનર લટકી રહ્યા છે.જેને હટાવવાની તસ્દી હજુ સુધી લેવાય નથી. તેથી તંત્રની આચારસંહિતાના અમલમાં ઢીલી નીતિ દેખાય આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text