મોરબીના સીરામીક ઉધોગને અપાતા ગેસને જીએસટીમાં આવરી લેવાની માંગ

- text


કોંગી અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસ પર એન.જી.ટીએ પ્રતિબંધ લાદી દીધો છે.તેથી અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવે સીરામીક કંપનીઓનો ઔદ્યોગિક ગેસ તરફ ઝોક વધશે.ત્યારે સીરામીક ઉધોગને આ ગેસમાંથી રાહત મળે તે માટે ઔદ્યોગિક ગેસને જીએસટીમાં આવરી લઈ એક્સ ક્રેડિટ બેનિફિટ આપવા કોંગી અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના કોંગી આગેવાન કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે,મોરબીના સીરામીક ઉધોગને ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવી રહ્યો છે.પરંતુ આ અધોગિક ગેસને જીએસટીમાં આવરી લેવામાં આવ્યો નથી.જેથી સીરામીક ઉધોગકારોને ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકતો નથી.બીજી તરફ એન.જી.ટીએ મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસ પર પ્રતિબંધ લાદી દીધો છે.તેથી કોલગેસ આધારિત 500 જેટલી સીરામીક ફેકટરીઓ બધ થશે ત્યારે આ સીરામીક કંપનીઓને ટકાવી રાખવા માટે ઉધોગકારો નેચરલ ગેસનો ઉપયોગ કરવા તરફ વળશે.ત્યારે મોરબીના સીરામીક ઉધોગને પ્રોત્સાહન મળે તે માટે ઔદ્યોગિક ગેસને જીએસટીમાં આવરી લઈને સીરામીક ઉધોગકારોને ટેક્સ ક્રેડિટ બેનિફિટનો લાભ આપે તેવી તેમને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text