મોરબી પાલિકાના પ.વ.ડી. ચેરમેનના ભાઈની હત્યાના પ્રકરણમાં ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક પાલિકાની પ.વ.ડી.કમિટીના ચેરમેનના ભાઈની હત્યા કરવાના પ્રકરણમાં તાલુકા પોલીસે ફરાર આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રફાળેશ્વર ગામ નજીક હાઇવે પર નોનવેજના ધંધાર્થીઓ વચ્ચે નોનવેજનો થડો પડાવી લેવા મુદ્દે ઝઘડો થયા બાદ વાત વણસી હતી અને સૈયદુભાઈ જેડા નામના યુવાનની અનેક શખ્સોએ મળીને હત્યા કરી નાખી હતી.જો કે આ બનાવમાં પોલીસે ૧૦ આરોપીને પકડી પાડ્યા હતા. ત્યારે આ ગુનામાં ૧૧મા આરોપી હનીફ કાસમ મોવરને ટીંબડીના પાટિયા પાસેથી તાલુકા પોલીસના પીએસઆઇ જી.આર.ગઢવીએ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text