ચાલ ભણી લઈએ, હાઇવે પર અભ્યાસમાં મશગુલ ભારતનું ભાવી

- text


મોરબી: શિક્ષણ મેળવવું એટલે માતા સરસ્વતી દેવીની સાધના કરવાનો સુવર્ણ અવસર હોય છે પરંતુ ઘણા વિધાર્થીઓ શિક્ષણને બોજારૂપ માનીને દૂર ભાગતા હોય છે.ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર સાઈડમાં કાંકરા પર બેસી ચોપડી ખોલીને અભ્યાસમાં મશગુલ વિધાર્થીને તમે શું સમજશો ? પરંતુ ભૂલથી એને પુસ્તકિયો કીડો ન સમજી બેસતા. આ વિધાર્થી સરસ્વતીની સાધના કરવા એટલો મશગુલ છે કે એને સ્થળ અને કાળનું ભાન નથી.ખરેખર આ વિધાર્થી પાસે શિક્ષણથી દૂર ભાગતા વિધાર્થીઓને બોધપાઠ લેવો જેવો છે.

મોરબી-રાજકોટ હાઇવે પર આજે સ્કુલ જવા નીકળેલા વિદ્યાથી વાહનની રાહ જોઈને ઉભો રહેવાને બદલે પુસ્તકો ખોલી હાઇવે પર કાંકરા પર બેસી જાણે ક્લાસરૂમ માં અભ્યાસ કરી રહ્યો હોય એ રીતે અભ્યાસ કરવામાં મશગુલ બની ગયો હતો. સતત ટ્રાફિકથી ભરચકક રહેતો આ રોડ પર વિધાર્થી થોડીવાર માટે શિક્ષણ મેળવવા એટલો એકાગ્ર બની ગયો હતો કે તેમને હાઇવે પર નીકળતા સતત વાહનોના ભારે આવાજ પણ ખલેલ પહોંચાડી શક્યા નથી. આ વિધાર્થીએ સાબિત કરી દીધું છે જો ખરેખર શિક્ષણ મેળવાની ધગશ હોય તો ગમે તેવા સંજોગોમાં તલ્લીનતાથી ભણી શકાય છે. એકાગ્રતાથી શિક્ષણ મેળવવા માટે શાંત વાતાવરણ અને કલાસ રૂમની નહિ પણ મનની કટિબધ્ધતા જરૂરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text