મોરબીમાં ટાઇલ્સની ખરીદી બાદ 17 સીરામીક કંપનીને માર્યો કરોડોનો ધૂમ્બો

- text


એક શખ્સે અગાઉ ટ્રાઇલ્સની ખરીદી કરીને નાનું પેમેન્ટ ચૂકવી સીરામીક ઉધોગકારોનો વિશ્વાસ કેળવી મોટો ધૂમ્બો માર્યો

મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની મોટા પ્રમાણમાં ખરીદી કરીને રૂ.2.96 કરોડનું ફુલેકુ ફેરવ્યું હતું જોકે આ શખ્સે પહેલા ટાઇલ્સ ખરીદી કરીને નાનું પેમેન્ટ ચૂકવી દેતા સીરામીક ઉધોગકારો વિશ્વાસમાં આવી જતા આ શખ્સે મોટો હાથ માર્યો હતો. આથી સીરામીક કારખાનેદારએ તેની સામે રૂ. 2.96 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલા શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીક ઉધોગપતિ વિશાલભાઈ જીવરાજભાઈ અમૃતિયાએ વડોદરાના વેપારી રવિ કિશોર પાઉ સામે રૂ, 2.96 કરોડની છેતરપીંડી આચરી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે આ વડોદરાના વેપારીએ સીરામીક ટાઇલ્સની ખરીદી માટે મોરબીના અલગ અલગ સીરામીક કારખાનાનો સર્પક સાધી સીરામીકની ટાઇલ્સ ખરીદી હતી અને તે વખતે પ્રથમ જ આ વેપારી ખરીદી કરેલી સીરામીક ટાઇલ્સનું પેમેન્ટ ચૂકવી દીધું હતું આથી ફરિયાદી તથા અન્ય ઉધોગકારો વિશ્વાસમાં આવી ગયા હતા, બાદમાં આ વેપારીએ મોટા પ્રમાણમાં સીરામીકનો માલ મગાવ્યો હતો અને ઓર્ડર મુજબ મોરબીની 17 સીરામીક ફેકટરીઓએ માલ મોકલાવી દીધો હતો. ત્યાર બાદ પેમેન્ટ ચુકવવામાં આરોપીએ બાકીના પેમેન્ટ ચુકવવામાં ગલ્લા તલ્લા કરી ફોન પણ બંધ કરી દીધો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ આરોપીએ કેરા વિટ્રીફાઈડ તેમજ સ્કાજેન વિટ્રીફાઈડ, ક્રીપ્તોન ગ્રેનેટો, રામેસ્ટ ગેનેટો, સેઝ વિટ્રીફાઈડ, સિલ્ક ટચ વિટ્રીફાઈડ, કેવીટા ગ્રેનેટો, સોરેન્તો ગ્રેનેટો, એલીકા વિટ્રીફાઈડ, મોડ સિરામિક લી. કેડીલેક ગ્રેનીટો, હોલીસ વિટ્રીફાઈડ, મલ્ટી સ્ટોન ગ્રેનીટો, ઈટકોસ ગ્રેનાઈટો, ડોનાટો વિટ્રીફાઈડ અને ફ્રીઓરેન્ઝા ગ્રેનીટો એમ કુલ ૧૭ સિરામિક ફેક્ટરી માંથી એક વર્ષ દરમિયાન માલ મંગાવીને ૨.૯૬ કરોડથી વધુનું પેમેન્ટ નહિ ચૂકવીને છેતરપીંડી આચરી હોવાની જીલ્લા એસપી સમક્ષ ફરિયાદ આવતા આ બાબતની વિધિસર મોરબી તાલુકા પોલીસ મથકમાં આજે ફરિયાદ નોંધાઇ છે. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના સીરામીક ઉધોગ હરીફાઈમાં ઉધારી પર કરોડોનો માલ દેશ ઉપરાંત વિદેશોમાં આપતા હોવાથી આ હરિફાઈનો લેભાગુ વેપારીઓ ફાયદો ઉઠાવી મોરબી સીરામીક ઉદ્યોગકારો અને વેપારીઓને કરોડોના ધૂમ્બા મારવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text