મોરબી : મને હેપી બર્થડે વિશ પાકિસ્તાન મુરદાબાદ કહીને કરજો

- text


દેશદાઝ ધરાવતા યુવાને અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ

મોરબી :”મને જન્મદિવસની શુભેચ્છા પાકિસ્તાન મુર્દાબાદ લખીને જ આપવી” આ શબ્દો છે મોહિતરાજસિંહ જાડેજા નામના નવયુવાનના. કશ્મીરના પુલવામાંમાં થયેલ આંતકી હુમલા બાદ ઠેર ઠેર પાકિસ્તાન પ્રત્યે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે મોહિતરાજસિંહ જાડેજા નામના યુવકનો આજે જન્મદિવસ હોઈ તેણે તેમના સગા સંબંધી મિત્રોને મારા જન્મદિવસની શુભેચ્છા પાકિસ્તાન મુર્દાબાદ લખીને જ આપવી એવી અપીલ કરી છે.

મોહિતરાજસિંહ જાડેજા કહ્યું હતું કે મારો જન્મદિવસ આવતા વર્ષે પણ આવશે પણ જે શહીદ થયા છે એ પાછા નહી આવે એટલે શહીદ ફોજીના માન સન્માન માટે મેં મારા જન્મદિવસની શુભેચ્છા પાકિસ્તાન મુરદાબાદ કહીને અથવા લખીને પાઠવવા મારા મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓને જણાવ્યું છે.

- text

મોહિતરાજસિંહના જન્મદિવસ નિમિતે આશરે ૭૦૦ થી વધુ મિત્રો, સંબંધીઓએ પાકિસ્તાન મુરદાબાદ કહીને કે લખીને એમને જન્મદિવસની શુભકામના આપી હતી અને આમ નવતર રીતે જન્મદિવસની શુભેચ્છા સ્વીકારવાના અભિગમની ખાસ કરીને યુવાવર્ગે ખાસી પ્રસંશા કરી હતી.

- text