મોરબી જિલ્લામાં ઠેર ઠેર શહીદોને ભાવભેર શ્રદ્ધાંજલિ અપાઈ

- text


વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત અન્ય કાર્યક્રમોમા પણ શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા

મોરબી : કાશ્મીરના પુલવામાં ખાતે આતંકીના આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોને મોરબી જિલ્લામા ભાવભેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત અન્ય કાર્યક્રમોમા પણ શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

સર્વોપરી કોલેજના ફેરવેલ ફંક્શનમાં શહીદોને શ્રધાંજલિ આપી

મોરબી : મોરબી ખાતે સર્વોપરી કોલેજનું ફેરવેલ ફંક્શન યોજાયું હતું.જેમાં પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાના શહીદોને શ્રધાંજલિ આપીને આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ તકે શ્રેષ્ઠ પરિણામ મેળવેલા તેમજ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કોલેજના મેનેજિંગ ડિરેક્ટર દિલીપભાઈ ગઢીયા, પ્રિન્સિપાલ કેતનભાઈ સંઘાણી, અશોકભાઈ કાંજીયા, રાજુભાઇ વડગાસીયા, મયુરભાઈ કવાડીયા, ઉત્તમભાઈ કાલરીયા તેમજ કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.

પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ

મોરબી : મોરબી જિલ્લાના પોસ્ટ કર્મચારીઓએ આજે એમડીજી મેઈન પોસ્ટ ઓફીસ ખાતે પુલાવામાં ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે કર્મચારીઓએ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી રોષ પણ પ્રગટ કર્યો હતો.

કુબેર પ્રા. શાળા દ્વારા ફાળો એકત્ર કરાયો

મોરબી : પુલવામામા થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવારો માટે કુબેર પ્રાથમિક શાળા , સરદાર રોડ દ્વારા આચાર્ય બારોટ ચંદ્રેશભાઈ તેમજ સ્ટાફ , વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી રૂ. ૯ હજારનો ફાળો એકત્ર કર્યો છે.

સમતા ફાઉન્ડેશન દ્વારા રૂ. ૧૧,૧૧૧ની સહાય

મોરબી : દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ(સમતા ફાઉન્ડેશન) દ્વારા સંત રવિદાસજી બાપુની ૬૪૨મી જન્મ જયંતિની ઉજવણી સાદાઇ થી કરવામાં આવી હતી. સાથે માં ભોમ માટે શહીદી વહોરનાર સપૂતોને પુષ્પાંજલી અને મીણબત્તી જગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે આ ઉજવણીમાં બિન જરૂરી ખર્ચ ન કરીને રવિદાસબાપુના ચીંધ્યા માર્ગે માનવતા દાખવી શહીદ પરિવાર કલ્યાણનીધી ફંડ માં ૧૧,૧૧૧/-નું અનુદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- text

ટંકારા : ઓ.આર.ભલોડિયા કોલેજના ફેરવેલ ફંક્શનમાં શહીદોને શ્રદ્ધાંજલિ

ટંકારા : ઓ.આર.ભલોડિયા મહિલા સાયન્સ કોલેજમા ફેરવેલ ફંક્શન યોજવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં કોલેજ કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ, ટ્રસ્ટી બારૈયા, પ્રિન્સિપાલ ડો. અતુલભાઈ સહિતનાએ હાજરી આપી હતી. આ પ્રસંગે કોલેજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરવાની સાથે પુલવામાં ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે મૌન રેલી નિકળી

હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા પુલવામાંના હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યમાં જોડાયા હતા.

ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી : મોરબીમાં ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની સાદગીથી ઉજવણી કરી હતી. દર વર્ષે યોજવામાં આવતી ડીજે સાથેની શોભાયાત્રા આ વર્ષે રદ કરવામાં આવી હતી. જ્ઞાતિના લોકો દ્વારા ભાવભેર પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ધુનડા ખાનપર ઉમિયા સેવા મિત્ર મંડળ દ્વારા શહીદોના પરિવાર માટે 60000 રૂપિયા એકત્ર કરાયા

ટંકારા : પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થનાર જવાનોના પરિજનો માટે ધુનડા ખાનપર ઉમિયા સેવા મિત્ર મંડળ દ્વારા લગ્ન પ્રસંગે ઢોલ ત્રાસા વગાડનાર યુવાનોએ પોતાની એક દિવસની આવક અને ઘોર મળીને કુલ 60000 જેટલી માતબર રકમ આપવાનો નિર્ણય કર્યો છે.

મહાત્મા ગાંધી શાળા દ્વારા શહીદોના પરિજનો માટે ફાળો એકઠો કરાયો

મોરબી: જોધપર(નદી) વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના વહીવટી સ્ટાફ તરફથી 9200, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ તરફથી 11580, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ તરફથી 2231 અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી 2100 આમ કુલ 25111 રૂપિયાનો ફાળો શહીદોના પરિજનો એકત્રિત કરવામાં આવ્યો છે.

 

- text