મોરબીના કંડલા બાયપાસ પાસે ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ

- text


રહેણાક વિસ્તારમાં ગટરની ગંદકી નદીની જેમ ફરી વળતા સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ

મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલા રહેણાક વિસ્તારમાં ગટરની ગંદકી નદીની જેમ ફરી વળતા સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે.જોકે આ ગંભીર બાબતે રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન દેતું હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text

મોરબીના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટીપ્લોટ પાછળ આવેલા 25 વરિયા પ્લોટ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી છે અને ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મુકતા આ રહેણાક વિસ્તારમાં ગટરની ગંદકી નદીની જેમ ફરી વળી છે.જેના કારણે ભયંકર ગંદકી ફેલાય રહી છે.માખી મચ્છરોનો તીવ્ર ઉપદ્રવ થતા સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમમાં મૂકાય ગયું છે.આ અંગે સ્થાનિક લોકોએ રોષભેર જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં 15 દિવસથી ગટર ઉભરાતી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગટરની સમસ્યા ઉકેલવા માટે થોડા દિવસો પહેલા પાલિકા તંત્રને રજૂઆત કરાઈ હતી.પરંતુ પાલિકા તંત્રે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે.જોકે ભૂગર્ભ ગટરની નિયમિત સફાઇ ન થતી હોવાને કારણે ચોકઅપ થઈ જતી હોવાથી આ ગટર ઉભરાવાની સમસ્યા વકરી છે.તેથી સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાય તે પહેલા તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text