મોરબીમાં ચશ્માના વેપારીઓએ આતંકી હુમલાના વિરોધમાં આપ્યુ આવેદન

- text


મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામાં સી.આર.પી.એફ.ના જવાનો પર થયેલા આંતકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે મોરબીમાં ચશ્માના વેપારીઓએ આંતકી હુમલાના વિરોધમાં કલેકટરને આવેદન આપી ભારત સરકાર આંતકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

- text

મોરબી રિટેઇલ ઓપ્ટિકલ એસોસિએશનના નેજા હેઠળ ચશ્માંના વેપારીઓએ કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં ૪૪ જવાન શહીદ થયા છે.આતંકવાદીઓના આ હીનકક્ષાના કૃત્યને વખોડી કાઢી ભારતમાતાના વીર સપૂતોને ભારે હૈયે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.તેમજ ભારત સરકાર આતંકવાદીઓ સામે જડબાતોડ જવાબી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text