હળવદના ઈસનપુર ગામે આઈઓસી આયોજિત સુરક્ષા અને સલામતી અંગે મોકડ્રીલ યોજાઈ

- text


દુર્ઘટના થાય તો શું કરવુ ? ઈસનપુર ગામે આઈઓસી દ્વારા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ડેમોટ્રેશન થકી જાણકારી અપાઈ

હળવદ તાલુકાના ઈસનપુર ગામે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) કંપનીની પાઈપ લાઈનમાં લીકેજીંગ અને આગની ઘટનાની જાણકારી અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓને આઈઓસીના અધિકારીઓએ વિસ્તૃત જાણકારી આપી ડેમોસ્ટ્રેશન કર્યું હતું. આ તકે આઈઓસીના ડી.જી.એમ., ચીફ મેનેજર, એસઓજી પી.આઈ. સહિત ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આયોજિત હળવદ તાલુકાના ઈસનપુર ગામે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાઈપલાઈનની સુરક્ષા અને સલામતી કેવી રીતે જળવાઈ રહે તેમજ દુર્ઘટના સમયે આપતિ સર્જાઈ હોય ત્યારે લીકેજીંગ કેમ બંધ કરવું અને બચાવ – રાહતની કામગીરી કેવી રીતે કરવી તેના વિશે આઈઓસી દ્વારા હળવદના ઈસનપુર ગામે ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. આ વેળાએ ઇન્ડિયન ઓઈલના ડી.જી.એમ. ચન્દ્રશેખર, ચીફ મેનેજર સમીરભાઈ સાટે, ઓપરેશન મેનેજર અરવિંદ કુમાર, એસઓજી પી.આઈ. શ્રી આલ, નાયબ મામલતદાર પ્રિયંકા ચાવડા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટી તેમજ હળવદ પી.આઈ. શ્રી સોલંકીની સુચના મુજબ પીએસઆઈ શ્રી સમા, વસંતભાઈ વધેરા, વિજયભાઈ છાસીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મીઓ દ્વારા ગ્રામજનોને રાહત અને બચાવની કામગીરી તેમજ લીકેજીંગ અંગે માર્ગદર્શન આપી ડેમોસ્ટ્રેશન રજુ કર્યું હતું. જેમાં ગામના સરપંચ સરસ્વતીબેન તેમજ ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text