આયુષ્યમાન કાર્ડની ૩૬ ટકા કામગીરી સાથે મોરબી જિલ્લો રાજ્યમાં અગ્રક્રમે

- text


૧.૨૩ લાખના ટારગેટ સામે ૪૪,૫૭૦ લાભાર્થીઓને મળ્યા ગોલ્ડન કાર્ડ

મોરબી : આરોગ્ય ક્ષેત્રમાં કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના એવી આયુષ્માન ભારત યોજના હેઠળ દેશભરમાં લાભાર્થીઓને નવા આઈડી કાર્ડ આપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીમાં મોરબી જિલ્લાની કામગીરી ઉત્સાહજનક રહી છે.મોરબીમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં કુલ ૪૪૫૭૦ લાભાર્થીઓના આયુષ્માન ગોલ્ડન કાર્ડ તૈયાર કરી જે તે દર્દીઓને ઈશ્યુ કરવામાં આવ્યા છે.કાર્ડ ઈસ્યુ કરવામાં ૩૬ ટકા અચીવમેંટ સાથે રાજ્યમાં સૌથી ઝડપી કામગીરી છે .અને કાર્ડ તૈયાર કરી દર્દીઓને ઈશ્યુ કરવામાં મોરબી જીલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર પર અચાનક ગંભીર બીમારી કે મોંઘુ કહી શકાય તેવા ઓપરેશન આવી પડે તો પરિવાર પોતાના સ્વજનના ઈલાજ માટે તમામ મૂડી ખર્ચી નાખે છે અથવા દેવું કરી દર્દીને સાજા કરવા માથે છે.કેટલાક કિસ્સામાં રૂપિયાની સગવડ ન થતા દર્દીને સારવાર મળી શકતી નથી આવા પરિવારને સારવાર માટે કોઈ પાસે હાથ ન લંબાવો પડે તે માટે કેંદ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરુ કરી હતી અને આ યોજનામાં સોશ્યો ઇકોનોમિક સર્વે કામગીરીની યાદી મુજબ જે પણ લાભાર્થીના નામ હોય તેમને કાર્ડ આપવામાં આવે છે અને તેના દ્વારા દર્દી રૂ ૫ લાખ સુધીની તબીબી સારવાર મેળવી શકશે. નવેમ્બર માસથી ગુજરાત ભરમાં જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આ કાર્ડ ઈશ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લાની કામગીરી ઉત્સાહજનક રહી છે.મોરબી જિલ્લાને કુલ ૧.૨૩ લાખ પરિવારને આગામી અપ્રિલ માસ સુધીમાં આ કાર્ડ ઈશ્યુ કરવાનો ટારગેટ આપવામાં આવ્યો છે જેની સામે મોરબી જિલ્લાએ જાન્યુઆરીના અંત સુધીમાં ૩૬ ટકા કામગીરી પૂર્ણ કરી ૪૪,૫૭૦ જેટલા આયુષ્માન યોજના ગોલ્ડન કાર્ડ કાઢી ટારગેટ પૂર્ણ કરી ટકાવારીની દ્રષ્ટીએ રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

- text

મોરબીમાં આયુષ્માન યોજના હેઠળ ન રીપ્લેશમેન્ટ ઓપરેશન થયું

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ આજે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દેશનું સૌ પ્રથમ knee રિપ્લેસમેન્ટનું નિઃશુલ્ક ઓપરેશન કરાયું હતું, કાલિકા પ્લોટમાં રહેતા ગરીબ વૃધ્ધા જીવીબેનને પગમાં દુખાવો રહેતો હોય આયુષ્યમાન ભારત યોજના હેઠળ દોઢથી બે લાખના ખર્ચે થતું આ ઓપરેશન વિનામૂલ્યે કરી દેવાયા હતા.

૪૫૦૦ જેટલા કાર્ડ ઈશ્યુ કરી પીએચસી લેવલે દલડીએ મેદાન માર્યું

વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં ૪૫૦૦ જેટલા ગોલ્ડન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને આ કાર્ડ રાજ્યભરના તમામ પીએચસી સેન્ટરમાં સૌથી ઝડપી અને વધારે છે.અને કાર્ડ ઈશ્યુ કરવામાં દલડી પીએચસીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

મોરબી જીલ્લાની કામગીરીથી સંતોષ

મોરબી જીલ્લામાં આ કામગીરી ખુબ સારી અને સંતોષ કારક રહી છે. આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરવાની કામગીરી રોજીંદી છે. અને ક્રમાંકમાં આગળ પાછળ ચાલતા રહે છે.મોરબી જીલ્લામાં તમામ જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલી વિના કાર્ડ મળી રહે તે અમારી પ્રાથમિકતા છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી જે એમ ક્તીરાએ જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

DJLAF¹F¼¿¸FF³F ·FFS°F IYF »FFZ¦FFZ

- text