મોરબીના પંચાસર ગામે જુગાર રમતા ૯ ઝડપાયા : રૂ. ૨.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત

- text


 

તાલુકા પોલીસના દરોડાથી પત્તાપ્રેમીઓમાં ફફડાટ

મોરબી : મોરબીના પંચાસર ગામે રમતા જુગાર પર તાલુકા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ૯ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. ૫૪ હજારની રોકડ મળી કુલ રૂ. ૨.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાલુકા પોલીસના આ દરોડાથી પત્તાપ્રેમીઓમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પંચાસર ગામે રમાતા જુગાર પર તાલુકા પોલીસે દરોડો પાડીને શક્તિસિંહ કેશુભા ઝાલા, વિક્રમસિંહ કેશુભા ઝાલા, વિક્રમસિંહ લખધીરસિંહ ઝાલા, કમલેશ ઉર્ફે કમાભાઈ નાગહ, ભરત નથુભાઈ પરમાર, હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા, અર્જુનસિંહ બટુકભા ઝાલા, સહદેવસિંહ કાનુભા ઝાલા અને રવજી કમાભાઈ ચાવડાને પોલીસે જુગાર રમતા પકડી પાડ્યા હતા.

- text

આ સાથે તાલુકા પોલીસે રૂ. ૫૪,૫૫૦ રોકડ તેમજ રૂ. ૧.૭૫ લાખની કિંમતના ૬ બાઇક મળીને કુલ રૂ. ૨.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અગાઉ પણ તાલુકા પોલીસે આ પ્રકારની મોટા જુગારની કલબ પકડી પાડી હતી. ફરી જુગાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવતા પત્તાપ્રેમીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text