મોરબી નારી અદાલતના એકમાત્ર મહિલા કર્મચારીને ત્રાસ અપાતો હોવાની ફરિયાદ

- text


માત્ર કાગળ ઉપર ચાલતી નારી અદાલતમાં જિલ્લામાં એક માત્ર મહિલા કર્મચારી : પગાર – ભાડા ન ચૂકવ્યા

મોરબી : મોરબી જિલ્લામાં નારી અદાલતના નામે ભોપાળુ ચાલતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે, એ થી પણ આશ્ચર્યની વાત એ છે કે મહિલાઓ ઉપર થતા અત્યાચાર રોકવા બનેલી આ નારી અદાલતમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને ઉપરી અધિકારી દ્વારા ત્રાસ આપી ફરજીયાત રજા ઉપર ઉતારી દેવતા મોરબીમાં નારી અદાલતના બંધ હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા દરેક જિલ્લામાં મહિલાઓને થતા અન્યાય અંગે ન્યાય અપાવવા માટે નારી અદાલત શરૂ કરવામાં આવી છે પરંતુ મોરબીમાં નારી અદાલત માત્ર કાગળ ઉપર ચાલતી હોવાનું બહાર આવ્યું છે હાલમાં મોરબી ખાતે ૬ જગ્યાઓ ખાલી છે જેમનું કામ એક જ મહિલા કો ઓર્ડીનેટર જાગૃતિબેન કણસાગરા કરતા હતા અને બાકીની છ જગ્યાઓ ખાલી હોય મોરબી તાલુકા કો – ઓર્ડીનેટર સઘળી જવાબદારી થોપી દેવામાં આવી હતી.

મોરબી જિલ્લા માં ફેબ્રુઆરી -૨૦૧૮ થી જિલ્લા કો ઓર્ડીનેટરને ખોટા કાર્ય કરવા બાબત કરાર રીન્યુ ન કરાયો હોવાથી ત્યાર થી મોરબી જિલ્લા તથા તમામ તાલુકાની નારી અદાલત ના કામ કાજ કેસ કાર્ય એક જ મહિલા કર્મચારી હસ્તક ચાલતું હતું જેમાં
પણ થયેલા ખર્ચ તથા ઝેરોક્ષ બીલો, કચેરીના ભાડાઓ, વગેરે ખર્ચના નાણાં છેલ્લા એક વર્ષથી ચૂકવ્યા નથી ઊલટું આ બિલ પણ વડી કચેરીએ ટલ્લે ચડાવતા મહિલા કર્મીએ લેખિત રજુઆત કરતા ફરજીયાત રજા ઉપર ઉતારી દેવાયા છે.

- text

ચોકવનારી બાબત તો એ છે કે, મોરબી જિલ્લામાં મહિલા આયોગ દ્વારા કોઈ જાતનું માર્ગદર્શન આપવામાં જ નથી આવ્યું. કોઈ પણ માહિતી પહોંચતી પણ ન પહોંચતી હોવાનું અને બીજા જિલ્લાઓ દ્વારા જાણ કરવામાં આવતી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

નારી અદાલત દ્વારા મહિલાઓને ન્યાય મળે છે એવું કહે છે પણ અહિ તો એના જ કાર્યકર્તા નું શોષણ થઇ રહયું છે, હાલમાં મોરબી જિલ્લાને સુરેન્દ્રનગર હવાલે કરાયું છે ત્યારે નારી અદાલતના નામે થઈ રહેલા આ નાટક અંગે ગાંધીનગરની વડી કચેરી પણ બધું જાણતી હોવા છતાં અસરકારક પગલાં ભરી નારી અદાલત ચાલુ કરવાને બદલે મહિલા કર્મચારીને ત્રાસ આપી રજા ઉપર ઉતારી દેવાતા મહિલા કલ્યાણની વાત ફારસરૂપ સાબિત થઈ છે.

 

- text