મોરબીના કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ શિરોહિયા દ્વારા કુંવરજીભાઇનું સન્માન

- text


 

મોરબી : ચોટીલા ખાતે આયોજિત કોળી સમાજના મહાસંમેલનમા મોરબી જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ શિરોહિયાએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનું ફુલહારથી સન્માન કર્યું હતું.

ચોટીલા ખાતે કોળી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોરબી જિલ્લાના કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ શિરોહિયાએ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનું ફુલહારથી સન્માન કર્યું હતું. આ સાથે તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત પણ કર્યું હતું.

- text

આ સંમેલનમાં કોળી સમાજના આગેવાનો વિષણુભાઇ મજેઠીયા કોળી, અશોકભાઇ ભોજવીયા, પ્રતાપભાઇ લાલજીભાઈ મકવાણા સહિતનાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text