ટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવતા બાબા રામદેવ

- text


ટંકારા : યોગગુરૂ બાબા રામદેવે આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવી છે. જો કે આઝાદી બાદ કોઈ પણ હિન્દૂ સન્યાસીને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું ન હોવા સામે બાબા રામદેવે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

ભારત રત્ન આપવાને લઈ બાબા રામદેવ એ ક્રોધાસન મુદ્રા અપનાવી હોય તેમ દેશના ખરા રત્નોની તેમજ હિન્દુ સંન્યાસીની અવગણના થતી હોવાનો મત વ્યક્ત કર્યો છે. સાથે આઝાદી બાદ હિન્દુ સન્યાસીની અવગણના બાબતે નારાજગી પણ દર્શાવી છે અને વૈચારિક ક્રાંતિના જનક, મહાન સમાજ સુધારક, આઝાદીના પ્રથમ ઉદ્બોધક અને આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીને ભારત રત્નના ખિતાબથી નવાઝવાની માંગ પણ કરી છે.

- text

યોગગુરુ બાબા રામદેવ આમ તો યોગાસન માટે જાણીતા છે પરંતુ ભારત રત્નની જાહેરાતથી જુદા તેવરમા જોવા મળ્યા હોય તેમ આઝાદી બાદ કોઈ પણ સરકારે હિન્દુ સંન્યાસીને ભારત રત્ન માટે કાબીલ ન ગણ્યાની નારાજગી દર્શાવી છે જ્યારે સ્વામી દયાનંદ અને સ્વામી વિવેકાનંદ અને શિવકુમાર જેવા દેશના સાચા સમાજ સુધારકને સ્થાન આપવામાં સરકારે પાછી પાની કરી છે તેથી આવનારાં વર્ષોમા હિન્દુ સંન્યાસીને ભારત રત્ન નુ સ્થાન આપવાની માંગ ઉઠાવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text