મોરબીમાં પાટીદાર સમાજના સમૂહલગ્નમાં 112 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

- text


112 નવદંપતિઓને વૃક્ષ-ચકલીના માળાનું વિતરણ કરી વૃક્ષઉછેરના સંકલ્પ લેવડાવ્યા: 151 લોકોએ રક્તદાન કર્યું : ઘડિયાલગ્ન કરનાર 50 દંપતિઓનું અદેકરું સન્માન : શહીદ સૈનિકોને મદદરુપ થવા 1 લાખ પત્રિકાનું વિતરણ કરાશે

મોરબી: મોરબીના રાજપર ગામે આજે યોજાયેલા પાટીદાર સમાજના સમૂહમાં 112 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.આ તકે 112 નવદંપતિઓને વૃક્ષ તથા ચકલીના માળાનું વિતરણ કરીને તેમના ગામે વૃક્ષઉછેરનો સંકલ્પ લેવડાવ્યો હતો અને ઘડિયાલગ્ન કરનાર 50 નવદંપતિઓનું અદેકરું સન્માન કરાયુ હતું.સાથેસાથે શહીદ સૈનિકોને મદદરૂપ થવા 1 લાખ પત્રિકાઓનું વિતરણ કરવાની જાહેરાત કરાઈ હતી.

- text

માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આજે મોરબીના રાજપર ગામે 21માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના 112 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા.આ નવદંપતીઓને વૃક્ષ તથા ચકલીના માળાનું વિતરણ કરીને તેમના ગામમાં વૃક્ષોનું કાળજીપૂર્વક જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો,ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રયાસથી પાટીદાર સમાજમાં સગાઈ પ્રસંગમાં લગ્ન કરવાની ઘડિયાલગ્ન કરવાની સામાજિક કાન્તિ થઈ છે.અને અવિરત પ્રમાણે લગ્નના ખોટા ખર્ચા ટાળવા પાટીદાર સમાજમાં ઘડિયાલગ્નો લેવાય રહ્યા છે. ત્યારે આ સમૂહલગ્નમાં ઘડિયા લગ્નમાં જોડાનાર 50થી વધુ નવ દંપતિઓનું ભગવત ગીતા અને શાલ ઓઢાડી, અને સન્માન પાત્ર આપી ને બહુમાન કરવામાં આવ્યું હતું.
ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, ઉમિયા સમાધાન પંચ તથા આ સમૂહલગ્ન સમિતિના પૂર્વ પ્રમુખ નંદલાલ વિડજનું સમાજમાં યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું .સમૂહ લગ્નની સાથે જરૂરિયાતમંદ દર્દોઓને લોહીની જરૂરિયાત પુરી પાડવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 151 લોકોએ રક્તદાન કર્યું હતું.અજંતા ગ્રુપના પ્રવીણભાઈ પટેલે સાહીદવીર સૈનિકોને મદદરૂપ કરવા દાનની અપીલ કરતી 1 લાખની પત્રિકાઓનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી.સમાજમાં વધુને વધુ લોકો ઘડિયાલગ્ન કરવા પ્રેરાઈ તેવી હાકલ કરવામાં આવી હતી.હવે જુના દેવળીયા ખાતે આગામી અખાત્રીજમાં સમયમાં યોજાનાર સમૂહલગ્નનું તાલુકાને બદલે જિલ્લા ઉમિયા લગ્નોત્સવ સમિતિ આયોજન કરશે.આ સમૂહલગ્નમાં મહંત દામજી ભગત, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ,પાલિકા પ્રમુખ કેતન વિલપરા, વેલજીભાઈ બોસ, પોપટભાઈ ભાઈ કગથરા, સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા. આ સમૂહલગ્નને સમિતિના હોદેદારો શિવલાલભાઈ પટેલ, મનુભાઈ કૈલા,મણિલાલ સરડવા, કરમશીભાઇ મારવણીયા ,વિજયભાઈ કોટડીયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text