મોરબીના લૂંટાવદર ગામ નજીક ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત : એકનુ મોત

- text


બે લોકો ઇજાગ્રસ્ત : રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જનાર ટેન્કરચાલક સામે નોંધાતો ગુનો

મોરબી : મોરબીના લૂંટાવદર ગામ પાસે ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક યુવકનું મોત નીપજ્યું હતું. જયારે રીક્ષા ચાલક સહિત બેને ઇજા પહોંચી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની મળતી માહિત મુજબ મોરબી નવલખી હાઇવે પર આવેલ લૂંટાવદર ગામ નજીક આવેલ મેટ્રો પોલીટેક ફેક્ટરીમાં કામ કરતા ધર્મેશ ગયાપ્રસાદ વર્મા, રાજકુમાર અને રીપૂ ત્રણેય લોકો ખરીદી કરી પરત ફરતા હતા દરમીયાન તેમની ફેક્ટરી નજીક જીજે 10 ઝેડ 8177 નંબરના ટેન્કરે રીક્ષાને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધર્મેશ વર્મા,રીપૂ અને રીક્ષા ચાલકને ઇજા પહોંચી હતી.

- text

આ અકસ્માતમાં રીપૂને ગંભીર ઇજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે ધર્મેશ વર્માની ફરિયાદના આધારે તાલુકા પોલિસે ટેન્કરચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text