મોરબીમાં ટેપ ધીમુ વગાડવાનું કહેતા ઇકોચાલકે આધેડને હડફેટે લીધા

- text


જમીન મામલે ચાલતી માથાકૂટનો ખાર રાખીને ઇકોચાલકે આધેડને હથિયારો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

મોરબી : મોરબીમાં ટેપ ધીમુ વગાડવાનું કહેતા એક આધેડને ઇકો ચાલકે હડફેટે લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં આધેડને ઇજા પણ પહોંચી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા નાજાભાઈ બેચરભાઈ ચાવડાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે તેમના વિસ્તારમાં હતા ત્યારે મનોજ જુસબ મિયાણા નામના ઇકોચાલકને ટેપ ધીમુ વગાડવાનું કહ્યું હતું. ત્યારે જમીન બાબતનો જૂનો ઝઘડો ચાલતો હોય ઇકો ચાલકે તેને હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઇકોની હડફેટે લઈને ઇજાઓ પહોંચાડી હતી.

આધેડની આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ઇકોચાલક અને તેના અન્ય ત્રણ થી ચાર જેટલા સાગરીતો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text