કમોન મોરબીયન્સ ! તૈયાર થઈ જાવ 31ની ધમાકેદાર ઉજવણી માટે

- text


અંજલિ ઇવેન્ટ્સ લાવ્યું છે મોરબીયન્સ માટે ટિકટોક બૉલીવુડ નાઈટ્સ : ઇન્ડિયન આઇડોલ ફેઈમ યુતિકા ધૂમ માચાવશે

મોરબી : કમોન મોરબીયન્સ તૈયાર થઈ થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી માટે ! જી હા મોરબીના શોખીન યંગસ્ટર અને ફેમિલી માટે અંજલિ ઇવેન્ટ્સ 31 ડિસેમ્બરે કલબ 36 માં બૉલીવુડ ટીકટોક નાઈટ્સ લઈને આવ્યું છે જેમાં ઇન્ડિયન આઇડોલ ફેઈમ યુતિકા વર્મા સૌ મોરબીયન્સને ભરપૂર મનોરંજન કરી ડોલાવશે.

સામાન્ય રીતે ઉત્સવપ્રિય મોરબીયન્સને નાના મોટા તહેવારોની ઉજવણી માટે મુંબઈ, અમદાવાદ કે પછી રાજકોટ જવું પડે છે પરંતુ આ વર્ષે મોરબીની કલબ 36માં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ધમાકેદાર આયોજન કરાયું છે જેમાં ડાન્સ, મસ્તી, ધમાલ અને ડિનર સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી – રાજકોટ હાઇવે ઉપર લજાઈ નજીક આવેલ કલબ 36માં યોજાનાર ટિકટોક બોલિવૂડ નાઈટ્સ અંગે અંજલિ ઇવેન્ટ્સના રમેશ ભદ્રાએ જણાવ્યું હતું કે શોખીન મોરબીયન્સ માટે અદભુત લ્હાવા સમાન આ આયોજનમાં ઇન્ડિયન આઇડોલ ફેઈમ યુતિકા વર્મા દમદાર પરફોર્મન્સ આપશે ઉપરાંત એન્કર પાયલ રાઠોડ અને વિશાલ ચાવડા લોકોને મનોરંજન પૂરું પાડશે.

- text

મોરબીની ભાગોળે કલબ ૩૬ માં ૩૧ ડિસેમ્બરે રાત્રીના ૮.૩૦ થી શરૂ થનારા ટીકટોક બૉલીવુડ કાર્યક્રમ સંપૂર્ણ પણે પારિવારિક માહોલમાં યોજાશે જેમાં વિશેષ રૂપે આયોજક અંજલિ ઇવેન્ટ્સ દ્વારા કપલ અને ફેમેલીને જ એન્ટ્રી અપાશે અને બેચરલ્સ માટે ખૂબ જ કડક નીતિનિયમ રાખવામાં આવ્યા છે, સલામતી સુરક્ષા વ્યવસ્થા સાથે થનાર આ આયોજનમાં જીણામાં જીણી બાબતની કાળજી લેવામાં આવી છે.

અંજલી ઇવેન્ટ આયોજિત ટીક-ટોક બોલીવુડ ડાન્સ પાર્ટીમા રમેશભાઈ ભદ્રા સહિત એન્કર પાયલ રાઠોડ , વિશાલ ચાવડા , ભવ્ય અને અનેક કલાકારો સાથે સિંગલ, કપલ, ફેમેલી અને ગ્રુપમાં ડીજેના તાલે મનભરી નાચવા યંગસ્ટર્સમાં અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ આયોજનમાં સેલ્યુલર વર્લ્ડ, ઝાલરીયા કેટરર્સ, જલારામ ફેશન, પીયુષ મંડપ, એન.ટી.સ્ટુડીઓ , કિંગ ઇલેકટ્રોનીક-રાજકોટ સહિતનો સંગાથ મળ્યો છે .

ટિકટોક બોલિવુડ નાઈટ્સ અંગે વધુ માહિતી માટે તેમજ બુકીંગ માટે સંપર્ક કરો રમેશભાઈ ભદ્રા મો. ૯૮૭૯૦૦૯૨૯૬, હેમાંગભાઈ ભદ્રા 8780013557, અથવા 9998687222 ઉપર.

- text