મોરબીમાં 108એ માનવતા મહેકાવી

- text


મોરબી:મોરબીના જેતપર(મચ્છુ) ગામે રહેતા બાબુભાઇ ધુલિયાભાઈ ભુરીયા(ઉ.વ.35) ને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હોવાથી લાલબાગ 108 એમ્બ્યુલન્સના ઇએમટી મનીષભાઈ આહીર,પાયલોટ સતીષભાઈ દવેએ ઘટના સ્થળે પહોંચીને તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોંત નિપજ્યું હતું.દરમ્યાન અકસ્માતના હતભાગી બાબુભાઈની રૂ.13170ની રોકડ રકમ,મોબાઈલ,અગત્યના ડોક્યુમેન્ટ એમ્બ્યુલન્સમાં ભૂલથી રહી ગયા હતા.જે 108ના સ્ટાફે હાથવગા કરી આ તમામ વસ્તુઓ મૃતકના પત્ની હુબલીબેન બાબભાઇને સોંપી દઈને માનવતા મહેકાવી હતી.

- text