મોરબી બાર એસોશિએશનનો પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ : મતદાન શરૂ

- text


મતદાન જરુરથી કરવા મોરબી બાર એસોશિએશનની અપીલ

મોરબી : આજે મોરબી બાર એસોશિએશનનો પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ યોજાશે, રસાકસી ભર્યા આ ચૂંટણી જંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને કારોબારી સભ્યો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વકીલ મંડળના સભ્યો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.

મોરબી બાર એસોશિએશનના આ ચૂંટણી જંગમાં પ્રમુખપદ માટે ૨ ઉમેદવાર, ઉપપ્રમુખપદ માટે ૪ ઉમેદવાર, સેક્રેટરીપદ માટે ૩ ઉમેદવાર, (જોઇન્ટ સેક્રેટરી પદ – બીનહરીફ) કારોબારી સભ્યપદના ૩ પદ માટે ૬ ઉમેદવાર મેદાનમાં છે જેમાં સવારે ૧૦:૪૫ વાગ્યેથી બપોરે ૨:૦૦ સુઘી મોરબી બાર એસોશિએશન રૂમમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે.

વધુમાં મોરબી બાર એસોસિએશન ચુંટણી ૨૦૧૯ના વર્ષ માટે યોજાનાર છે જેમાં કુલ માન્ય સભ્ય ૨૭૩ – (જેમાં પૈકી ૧૪ પ્રોવિઝનલ સનદ ધારકો ને મતદાન નો અધિકાર મળેલ નથી.) મતદાર યાદી કુલ ૨૫૯ સભ્ય છે. ચુંટણી અધિકારી તરીકે ભાવેશભાઇ ભટ્ટ અને મનસુખ ભાઇ પરમાર ફરજ બજાવી રહ્યા છે.

મોરબી બાર એસોસિએશનની ચુંટણી માં ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારો ને મોરબી બાર એસોસિએશન ૨૦૧૮ના પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ મનિષ જોષી, સેક્રેટરી બાબુલાલ હડીયલ, જોઇન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરીયા, કારોબારી સભ્યશ્રીઓ કેતનભાઇ ટીડાણી, ઉદયસિંહ જાડેજા, મહાવીર સિંહ જાડેજા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

 

- text