રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના વિજય વાવટાથી મોરબી જિલ્લામાં આતશબાજી

- text


મોરબી,ટંકારા,હળવદ વાંકાનેર સહિતના તાલુકામાં કોંગ્રેસ દ્વારા વિજયના વધામણાં ઢોલ-નગારા સાથે લોકોના મોં મીઠા કરાવાયા

મોરબી : આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સહિતના રાજ્યોમાં કોંગ્રેસના વિજય વાવટા લહેરાતા કોંગ્રેસનો ગઢ બની ગયેલ મોરબી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરો ભારે ઉત્સાહમાં આવી ગયા છે અને વિજયના વધામણાં કરવા મોરબી શહેરમાં કોંગ્રેસ કાર્યાલયથી સુપર માર્કેટ સુધી ભવ્યાતિભવ્ય આતશબાજી કરી લોકોના મોં મીઠા કરાવ્યા હતા મોરબીમાં કોંગ્રેસના જીતની જશ્નની ઉજવણીમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, એલ.એમ.કણઝારીયા, યુવા કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા, કે.ડી.પડસુમ્બીયા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા, એ જ રીતે ટંકારામાં ભુપત ગોધાણી. ભુતભાઈ. ગફારભાઈ ગુડ સહીતના કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોડ ઉપર આવી ખુશી વ્યક્ત કરી હતી તો હળવદમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મનસુખભાઈ પટેલ, ઠાકરશીભાઈ ભરવાડ, પાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલ, ભીખાલાલ પટેલ, હરેશ ગોઠી, વજાભાઈ પટેલ, રમેશભાઈ ઠાકોર, ડી.કે.પટેલ સહિત હોદેદારો અને કાર્યકરોએ ઢોલ ત્રાસ સાથે કોંગ્રેસ દ્વારા જીતનો જશ્ન મનાવ્યો હતો.

આ ઉપરાંત ટંકારા તાલુકાના હડમતિયામાં પાંચ રાજ્યોની ચુંટણીમાં કોંગ્રેસ તરફ રુજાન આવતા કોંગ્રેસી કાર્યકરોએ મોઢા મીઠા કરી ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો.આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ જીવણસિંહ ડોડીયા, મનિષ કુંડારીયા, વિમલ ખાખરીયા, કમલેશ ખાખરીયા, જીતેન્દ્ર સગર, નિલેશ સિણોજીયા, મિલન ખાખરીયા, દલિત આગેવાન દલપતભાઈ ચાવડા, શૈલેષ સિતાપરા, મહેશ પરમાર હાજર રહી કોંગ્રેસના ઝંડો ફરકાવી આનંદ માણ્યો હતો.

- text

 

- text