મોરબીના પોલીસ જવાનને ઈ કોપ એવોર્ડ

- text


 

એ ડિવિઝન પોલીસ મથકના નિર્મળસિંહ જાડેજાએ વાહનચોરી, અકસ્માત કેસમાં કરેલા ડીટેક્શનની ગૃહ વિભાગે નોંધ લીધી

મોરબી : રાજ્ય સરકાર દ્વારા ગુન્હાઓના ભેદ ઉકેલવા લોન્ચ કરેલી પોકેટ એપનો ઉપયોગ કરી મોરબી એ ડિવિઝન પોલીસ મથક પોલીસ જવાન નિર્મળસિંહ જાડેજાએ વાહનચોરી, અકસ્માત સહિતના ગુન્હાઓનો ભેદ ઉકેલતા રાજ્યના ગૃહ વિભાગે તેમની કામગીરી બિરદાવી ઈ કોપ ઓફ ધ મંથનો એવોર્ડ આપતા મોરબી પોલીસબેડામાં ખુશીની લાગણી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા નિર્મળસિંહ રામસિંહ જાડેજાએ પોતાની ફરજ દરમિયાન મંદિર ચોરી, વાહનચોરી અને અકસ્માત કરી નાસી ગયેલ વાહનચાલકને ઈ કોપ ગુજરાત પોલીસ પોકેટ એપનો ઉપયોગ કરી સરાહનીય ડીટેક્શનની કામગીરી કરતા તેમની કામગીરીની રાજ્યના ગૃહ વિભાગે નોંધ લીધી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાના હસ્તે ઈ કોપ ઓફ ધ મંથનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text