મોરબીના મકનસર ગામે સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

- text


9મી થી પાંચમો દિવસનો ભવ્ય ધર્મોત્સવ : 600 વર્ષ જુના કપીશ્વરધામ હનુમાન મંદિરને 15 વીઘા જમીનમાં વિકસાવાયું

મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોક મેળો, રક્તદાન કેમ્પ, સમુહલગ્ન, સમૂહ યજ્ઞોપવિત, હનુમાન ચાલીસા સહિતના કાર્યક્રમોનું આયોજન

મોરબી : મોરબીના મકનસર ગામે આવેલા સ્વામિનારાયણ મંદિર કપીશ્વરધામનો આગામી તા.9મીથી પાંચ દિવસનો ધર્મોત્સવ ધારોલ્લાસભેર ઉજવાશે. જેમાં 600 વર્ષ પુરાણા કપીશ્વરધામ હનુમાન મંદિરને 15 વીઘા જમીનમાં વિરાટ રીતે વિકસાવીને આ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોક મેળો, રક્તદાન કેમ્પ, સમુહલગ્ન, સમૂહ યજ્ઞોપવિત, હનુમાન ચાલીસા કથા, લોકડાયરો તથા સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાશે.

મોરબીના મકનસર ગામે આવેલા સ્વામિનારાયણ મંદિર કપીશ્વમધામ આશરે 600 વર્ષ પુરાણું છે.ત્યારે આ વર્ષો પુરાણા પ્રાચીન મંદિરને ત્યાં જ 14 વીઘા જમીનમાં વિરાટ રીતે વિકસાવીને આ મંદિરના તા.9 થી 13 ડિસેમ્બર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મંદિરમાં હનુમાનજી મહારાજ,ઘનસ્યામ મહારાજ ,અને શિવ પરિવારને બિરાજમાન કરાશે.તેથી આ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે પાંચ દિવસનો લોક મેળો,મહા વિષ્ણુ યાગ,તા.9 ના રોજ મેડિકલ કેમ્પ,રક્તદાન કેમ્પ ,તા.12 ના રોજ સમુહલગ્ન,સમૂહ યજ્ઞોપવિત,અને દરરોજ લોક ડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોં યોજાશે જયારે તા.12ના રોજ ભગવાન નગર યાત્રાએ નીકળશે અને પાંચ દિવસની હનુમાન ચાલિસા કથાનું પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી રસપાન કરાવશે

તા.13ના રોજ કપીશ્વરધામની પ્રાણ પ્રતિષ્ઠા કોશલેન્દ્રપ્રસાદ મહારાજના હસ્તે કરવામાં આવશે જયારે અમદાવાદ,છપૈયા,આયોધ્યા,સાળંગપુર ,જૂનાગઢ,જીરાગઢમાં આવેલા હનુમાન મંદિરોમાં અખંડ જ્યોત લાવીને આ મંદિરમાં હનુમાનજીની મહાઆરતી કરાશે જયારે તા.12 ના રોજ લેસર શો કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે કપીશ્વરધામ મંદિરમાં વિધાલય,ગૌ શાળા અને અન્નક્ષેત્ર સહિતની સેવા પ્રવુતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આ ધર્મોત્સવની યજ્ઞ શાળા બનાવવા માટે હરિભક્તોની ટિમ તથા શાળાના વિધાર્થીઓની ટિમ કામે લાગી છે.મંદિર ના મહંત હરિપ્રકાશદાસજી ના નેજા હેઠળ આ ધર્મોત્સવ ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ધર્મોત્સવ માં દેશ વિદેશના લાખો હરિભક્તો ઉપસ્થિત રહેશે.અને તેમના માટે પાંચ દિવસના ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

- text

- text