૧૫મીએ મોરબીમાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પ

- text


દિવ્યાંગોને કૃત્રિમ હાથ, પગ અને ટ્રાઇસીકલ સહિતના સાધનો વિનામૂલ્યે અપાશે

મોરબી : આગામી તા.૧૫ ડિસેમ્બરને શનિવારના રોજ મોરબીના દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ ટ્રસ્ટ ખાતે વિકલાંગોને વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૃત્રિમ હાથ, પગ અને ટ્રાઇસીકલ સહિતના સાધનો આપવામાં આવશે.

નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ અને ભચાઉ દ્વારા આયોજિત દિવ્યાંગ અને વિકલાંગજનો માટે વિનામૂલ્યે સાધન સહાયના આ કેમ્પમાં જર્મન ટેકનોલોજીના કૃત્રિમ હાથ કે જે તમામ રોજિંદી કામગીરી કરી શકે તેવા આધુનિક ટેકનોલોજી વાળા સાધનો અને પગ સહિતના સાધનો કેમ્પમાં વિનામૂલ્યે પુરા પાડવામાં આવશે.

- text

દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી મોરબી ખાતે આયોજિત આ કેમ્પમાં વધુને વધુ જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તેવી આયોજકોએ અપીલ કરી છે. વધુ વિગતો માટે કમલેશભાઈ દફ્તરી મો.9825174307 અથવા ભરતભાઇ સંઘવી મો.98252 56162 ઉપર સંપર્ક કરવો.

આ સાધન સહાય કેમ્પ અંગે મોરબી અપડેટ સાથે ખાસ વાતચીતમાં આયોજકોએ જાગૃત લોકોને પોતાના આડોશ – પાડોશમાં કે આપ જો આવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જાણતા હોય તો કેમ્પનો લાભ અપાવવા અનુરોધ કર્યો હતો.

આ કેમ્પ અંગેની વિશેષ માહિતી જાણવા નીચેની વીડિયો લિંક પર ક્લિક કરો..

- text