મોરબી : દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીના નગરજનો જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવા હંમેશા કંઈક નું કરતા હોય છે ત્યારે સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કલબના મેમ્બર પુનમબેન હિરાણીના પુત્રના જન્મદિવસની ઉજવણી મંગલમૂર્તિ શાળામાં દિવ્યાંગ બાળકો પાસે જઈને ત્યાં સ્પેશ્યલ બાળકો સાથે કરવામાં આવી હતી અને તમામ બાળકોને લંચ બોક્સ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા અને કેકનું કટિંગ કરીને બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો આ તકે સંસ્થાના પ્રમુખ શોભનાબા ઝાલા, પ્રીતીબેન દેસાઈ, પ્રફુલાબેન કોટેચા, રમાબા ઝાલા, મનીષાબા પરમાર, પૂર્વીબેન શાહ, જયશ્રીબેન વોરા, મયુરીબેન કોટેચા અને માનસીબેન હિરાણી સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

- text