આઘા રેજો !!! દારૂ પી રોડ ઉપર નીકળેલા રાજકોટના સેન્ટ્રો ચાલક સહીત સાત ઝડપાયા

- text


દારૂડિયાઓ વિરુદ્ધ મોરબી જિલ્લા પોલીસની ઝુંબેશ યથાવત

મોરબી : મોરબી શહેર જિલ્લામાં દારૂ પી છાકટા બનતા તત્વો અને દારૂ પી વાહન હંકારતા લોકો વિરુદ્ધ પોલીસે ઝુંબેશ યથાવત રાખી છે અને ગઈકાલે સાંજે ચેકીંગ ઝુંબેશમાં દારૂ પી સેન્ટ્રો કર લઈને નીકળેલા રાજકોટના યુવાન સહીત કુલ સાત પીધેલાઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પોલીસની દારૂડિયાઓ પકડવાની ઝુંબેશમાં મોરબી રાજકોટ હાઇવે ઉપર દારૂ પી સેન્ટરો લઈને નીકળેલા (1) વિક્રમભાઇ નાથાભાઇ મકવાણા, ઉ.વ. ૩૫ ધંધો ગેસના બાટલા ની રીક્ષા ચલાવાનો નેહરુનગર ઢેબરરોડ, રાજકોટ મુળ રહે.મેધપર તા.માળીયા જી.મોરબીવાળાને ટંકારા પોલીસે ઝડપી લીધો હતો તો, (2) શૈલેષભાઇ માધુભાઇ ધામેચા ઉવ ૩૮ રહે. વીશીપરા વાંકાનેરવાળાને વાંકાનેર પોલીસે પાડધરા ગામના પાટીયા પાસે થી હોન્ડા સાથે ઝડપી લીધો હતો.

- text

આ ઉપરાંત (3) રાજેશભાઇઓ બાબુભાઇ સાતોલા, ઉવ ૩૨ રહે ઇન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી (4) હરેશભાઇ હમીરભાઇ બારોટ ઉ.વ. ૪૦ ધંધો-મજુરી રહે- મોટા દહિંસરા તા-માળીયા (5) વીજયભાઇ કાળુભાઇ કોળી ઉવ ૨૮ રહે. મકતાનપર તા. વાંકાનેર (6) જયંતીભાઇ ગોવીંદભાઇ વાણંદ ઉવ ૫૧ રહે. જુના ઢુવા તા. વાંકાનેર તથા (7) અરવીંદભાઇ વજુભાઇ કોળી ઉવ ૪૦ રહે. વીશીપરા વાંકાનેરવાળો પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં લથડીયા ખાતા બકવાસ કરતા મળી આવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text