પાણીચોરો ઉપર તૂટી પાડવા આદેશ : 21 બકનળી દૂર

- text


જિલ્લા કલેકટરે તત્કાલ બનાવેલી ટિમ કેનાલ મોરચે : એસઆરપી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગમાં

મોરબી : મોરબી માળીયાના ખેડૂતો દ્વારા પાણીચોરીનો પર્દાફાશ કરવામાં આવતા જિલ્લા કલેટકટર મોરબી દ્વારા યુદ્ધના ધોરણે પાણીચોરી અટકાવવા ટાસ્ક ફોર્સની રચના કરી મલ્ટી ડિસીપ્લીનરી ટીમોને રાઉન્ડ ધ ક્લોક કેનાલ મોરચો સાંભળવા આદેશ કરતા જ પાણીચોરો ઉપર તૂટી પડેલી ટીમે 21 બકનળીઓ જપ્ત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા અને મોરબી પંથકના ખેડૂતોને રવિ સીઝન માટે નર્મદા કેનાલના પાણી ન મળતા છેલ્લા બે દિવસથી ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે ખેડૂતોએ હળવદના ટીકરથી ઢાંકી સુધી પેટ્રોલિંગ કરી પાણી ચોરીનો પર્દાફાશ કરી કલેક્ટરને સ્ફોટક લિસ્ટ સુપ્રત કરતા આ મામલે જિલ્લા કલેકટરે તાકીદનો નિર્ણય લઈ મલ્ટી ડિસીપ્લીનરી ટીમની ટાસ્ક ફોર્સની રચના કરી અધિકારીઓ અને પોલીસને કેનાલ મોરચે રાતોરાત કામે લગાડી દીધા હતા.

- text

બીજી તરફ નર્મદા વિભાગ, સિંચાઈ, પીજીવીસીએલ, મહેસુલ, પાણી પુરવઠા, પોલીસ, અને પંચાયત વિસ્તરણ અધિકારીઓની અલગ અલગ ત્રણ ટિમો બનાવી 24 કલાક કેનાલ ઉપર નજર રાખવા આદેશ કરતા ગઈકાલે રાત્રિથી જ તમામ ટિમો કામે લાગી ગઈ છે.

દરમિયાન મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે પાણી ચોરી અટકાવવા પોલીસ ઉપરાંત એસઆરપીના 60 જવાનોની ટીમને કેનાલ ઉપર તૈનાત કરવામાં આવનાર છે અને પાણી ચોરી અટકાવવા મલ્ટી ડિસીપ્લીનરી ટિમ રાઉન્ડ ધ ક્લોક કામે લાગી હોવાનું તેમને જણાવ્યું હતું.

- text