મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ૫૭૭૫ કવીન્ટલ મગફળીની ખરીદી

- text


ખેડુતોને મુશ્કેલી ન પડે તે માટે સ્ટાફને સૂચના આપતા કલેકટર

મોરબી : રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે તા. ૧૫ નવેમ્બર થી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં મોરબી
જિલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ માર્કેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં ૨૯૨ ખેડુતોની ૫૭૭૪.૬૨ કવીન્ટલ મગફળી ખરીદવામાં આવી છે.

મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ આજે મોરબી, વાંકાનેર, હળવદ માર્કેટીંગ યાર્ડ સ્થિત ખરીદ કેન્દ્રોની મુલાકાત લઇ ખરીદ પ્રકિયાને ઝડપી બનાવવા સાથે ખરીદી પ્રકિયાની તમામ કામગીરીનું ઝીણવટ ભર્યુ નિરક્ષણ કર્યું હતુ. તેમજ મગફળી વેચાણ કરવા આવેલા ખેડુતો સાથે પણ વાર્તાલાપ કરી તેઓના સુચનો સાંભળ્યા હતા.

- text

ખેડુતો તરફથી જણાવવામાં આવેલ કે મોબાઇલ ઉપર એસ.એમ.એસ.થી મગફળી લઇને આવવા માટે સમાચાર મળે છે. પરંતુ એક જ કુટુંબના ખાતેદારોના બે કે તેથી વધુના ઓન લાઇન નોંધણી વખતે એક જ મોબાઇલ નંબર આપવામાં આવેલ હોવાથી કયા ખાતેદારોની મગફળી લઇને આવવુ ? તે સ્પષ્ટ થતુ ન હોવાથી મુશ્કેલી પડે છે. ત્યારે જિલ્લા કલેકટરે તુરંત જ ઉપસ્થિત સ્ટાફને ખેડુતને મગફળી લઇને આવવા જણાવવામાં આવે ત્યારે ઓન લાઇન નોંધણી નંબર આપવામાં આવેલ તે નંબરના ખેડુતો એ જ આવવુ તે સ્પસ્ટતા સાથે મગફળી લઇને આવવા માટે એસ.એમ.એસ. કરવા સ્ટાફને સૂચના આપેલ હતી.

તેમજ મગફળી ખરીદી કેન્દ્ર પર પુરતા બારદાન, વજનકાંટા, મજુરો સહિતની સામગ્રી ઉપલબ્ધ છે અને જરૂરી સ્ટાફ પણ છે ખેડુતોને મગફળી વેચાણમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે રહેવા, પીવાના પાણી, છાયડાની વ્યવસ્થા પણ રાખવા સૂચના આપી હતી. કલેકટરએ વાંકાનેર વેર હાઉસની પણ મુલાકાત લઇ ત્યા નિરક્ષણ બાદ સી.સીટી.વી. કેમેરા, અગ્નીશામક સાધનો, વ્યવસ્થિત રાખવા તેમજ હવા ઉજાસ અંગેની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ મુલાકાતમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.જી. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડી.બી. ગજેરા ઉપસ્થિત રહયા હતા.

- text