આમરણમાં તસ્કરોના પરોણા : ચાર દુકાનો તોડી

- text


મોરબી : નવા વર્ષના પ્રારંભે તસ્કરો પણ બોણી કરવા નીકળ્યા હોય તેમ મોરબીમાં એક સાથે ત્રણ-ત્રણ શોરૂમના તાળા તોડ્યાના બનાવની સાથે સાથે મોરબી તાલુકના આમરણ ગામે બસસ્ટેન્ડ રોડ ઉપર એક સાથે ચાર- ચાર દુકાનોના તાળા તોડી ચોરી કરતા નાના એવા આમરણ ગામમાં ચકચાર જાગી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના આમરણ ગામે ગઈકાલે બસ્ટેન્ડ રોડ ઉપર તસ્કરો ત્રાટક્યા હતા અને નીમા મેડિકલ, રઘવીર મેડિકલ, શિવ સંજય હોટલ અને હસમુખ ધનજી બુક સ્ટોલ નામની દુકાનોને નિશાન બનાવી મોટો દલ્લો લઈ ગયા હોવાની પ્રાથમિક વિગતો ભાર આવી છે.જો કે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

- text