મોરબીમાં પાણીચોર ઝડપાયો

- text


પોલીસે પાડા પુલ નીચે મચ્છુ નદીમાં પાણી ચોરી કરતા શખ્સને રંગેહાથ ઝડપી લીધો

મોરબી : ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે પાણીની સમસ્યા જટિલ બની રહી છે ત્યારે મોરબી શહેર જિલ્લામાં પાણી ચોરી અટકાવવા પોલીસ હરકતમાં આવી છે અને આજે પાદપુલ નીછે મચ્છુ નદીમાં પાણી ચોરી કરતા એક શખ્સને રંગે હાથ ઝડપી લઈ ટેન્કર માલિકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

જિલ્લા પોલીસવડા ડો.ફરનરાજ વાઘેલાએ પાણી ચોરીના બનાવો અટકાવવા કડક સુચના આપતા આજે બી ડિવિઝન પી.આઇ.અમે.કોંઢીયાના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે.મા પો.હેડ કોન્સ જી.પી.મારૂણીયા,એ.એસ.આઇ. ચંદુભાઇ, રાજેશભાઇ તથા પો.કોન્સ અજયભાઇ, પો.કોન્સ જયેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ પાણીચોરી રોકવા અંગે પેટ્રોલીંગમાં હતા ત્યારે શહેરના પાડા પુલ નીચે ટેન્કર ચાલક નદીમાંથી વહેતા પાણીની ચોરી કરતો હોવાનું જણાતા
અશોક લેલેન્ડ ટેન્કર નંબર જીજે.૦૬-ટીટી-૭૬૫૯ જેની કી.રૂ.૨,૦૦,૦૦૦ તથા પાણી ખેચવાના બે મશીન કી.રૂ.૧૦,૦૦૦ સાથે મળી કુલ રૂ.૨,૧૦,૦૦૦ મુદામાલ પંચનામાની વિગત કબજે કરેલ. અને ગાડીના ચાલક તથા ગાડીના માલીક વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

વધુમાં પોલીસે પાણી ચોરી મામલે ટેન્કર ચાલક મનોજ સીદીભાઈ સુરેલા, ઉ.37, રે.જુના ઘુંટુ રોડ સ્વાગત ચેમ્બર પાસે વાળાને ઝડપી લઈ ટેન્કર માલિક મયંક શંકરભાઇ ચાઉંનું નામ ખોલી તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- text