મોરબીના નવી પીપળી ગામેથી યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના નવી પીપળી ગામે રહેતી યુવતી ગુમ થયાની તાલુકા પોલીસ મથકે નોંધ થઈ છે. આ બનાવની તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના નવી પીપળી ગામે રહેતી પૂજાબેન ગૌતમભાઈ અંબાલીયા નામની યુવતી તા 11ના રોજ ધરે થી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ તેનો પતો ન લાગતા અંતે તેની માતા અમીતાબેન ગૌતમભાઈ અંબાલીયાએ પોતાની પુત્રી ગૂમ થયાની તાલુકા પોલીસ મથકે નોંધ કરાવી છે.

- text