મોરબીના દાદાશ્રીનગર પાસે કાર પલટી જતા ચારને ઇજા

- text


અંજારના બહારીયા પરિવારની સ્વીફ્ટ કાર પલ્ટી જતા ચાર સભ્યોને ઇજા

મોરબી : અંજારના બહરિયા પરિવારની કાર મોરબી નજીક અચાનક પલટી જતા આ પરિવારના ચાર સભ્યોને ઈજા થવાથી ચારે ઇજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંજારના સુગારીયા ગામના બહરિયા પરિવારના સભ્યો આજે મોરબીથી સ્વીફ્ટ કારમાં અંજાર પરત ફરી રહ્યા હતા ત્યારે મોરબી તાલુકાના દાદાશ્રીનગર પાસે સ્વીફ્ટ કાર પલટી જતા કારમાં બેઠેલા હર્ષિત શામજીભાઈ બહરિયા ઉ વ13 , શામજીભાઈ બાબુભાઇ બહારિયા ઉ વ 40 ,જયશ્રીબેન અને ભારતીબેનને નાની મોટી ઇજા થવાથી આ ચારેય ઇજાગ્રસ્ત ને મોરબીની સમર્પણ હોરપીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તાલુકા પોલીસે આ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text