હળવદ : દેશી બનાવટની બંદુક તથા તંમચા સાથે એક ઝડપાયો

- text


મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા કાર્યવાહી

મોરબી : દિવાળીના તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા ગેરકાયદે હથિયારો શોધી કાઢવા આપેલ સુચનાને પગલે એસઓજી હળવદના તાલુકાના શકિતનગર (સુખપર) ગામે નકલંક મંદીરની પાછળ કેનાલ નજીકથી એક શખ્સને તમંચા અને બંદૂક સાથે ઝડપી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા તરફથી આગામી
દિવસોમાં આવનાર દિવાળી તહેવાર પર્વે અનુસંધાને આમ જનતાની સુરક્ષા ધ્યાને લઇ મોરબી જિલ્લામાં
ગે.કા.હથિયાર રાખતા ઇસમો શોધી કાઢવા સુચના આપતા મોરબી એસ.ઓ.જી. પો.ઈન્સ.
એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમિયાન પો.હેડ.કોન્સ. કિશોરભાઇ મકવાણા તથા પો.કોન્સ.ભરતસિંહ ડાભીને ખાનગીરાહે મળેલ હકિકત આધારે હળવદ તાલુકાના શકિતનગર (સુખપર) ગામે નકલંક મંદીરની પાછળ કેનાલ નજીક પોતાના
વાડીપડામાંથી આરોપી કેશાભાઇ કાનજીભાઇ લોદરીયા જાતે કોળી ઉવ.૨૦ રહે.શકિતનગર (સખપર, તા.હળવદ
જી.મોરબીવાળો ગે.કા.પાસ પરમીટ કે લાયસન્સ વગર એક દેશી બનાવટનો તંમચો કિ.રૂ.૫૦૦૦/- તથા એક
દેશી બનાવટની બંદુક કિ.રૂ.૨૦૦૦/-એમ કુલ બે ગેરકાયેદસર હથિયાર સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.હેડ કોન્સ.શંકરભાઇ
ડોડીયા, જયપાલસિંહ ઝાલા તથા કિશોરભાઇ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ
જાડેજા, પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, વિજયભાઇ ખીમાણીયા તથા મહિલા
લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.

- text