ધારાસભ્ય સાબરીયાની જમીન અરજી ફગાવતી કોર્ટ

- text


મોરબી કોર્ટમાં જામીન અરજીનો મોડી સાંજે ફેંસલો 

મોરબી : નાની સિંચાઈ યોજના હેઠળ મોરબી જિલ્લામાં આચરવામાં આવેલ તળાવ કૌભાંડમાં લાંચ લેવાના આરોપ સબબ હાલ જેલમાં રહેલા હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા અને તેમના મળતિયા વકીલ ભરત ગણેશીયાએ જમીન ઉપર મુક્ત થવા કરેલી અરજીની આજે સુનાવણી પૂર્ણ થતા નામદાર અદાલત દ્વારા રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવાતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના કરોડો રૂપિયાના તળાવ કૌભાંડમાં પોલીસે હળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા અને તેમના નજીકના સાથી એવા વકીલ ભરત ગણેશીયાની લાંચ લેવા પ્રકરણમાં ધરપકડ કર્યા બાદ રેગ્ય્લર જમીન મેળવવા મોરબી અદાલત સમક્ષ અરજી કરતા ગઈકાલે અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નામદાર અદાલતે બન્ને પક્ષનીઓ દલીલો સાંભળી આજે ફેંસલો સંભળાવી સરકાર પક્ષની દલીલો ધ્યાને લઇ જામીન ફગાવી દેવાયા હતા.

- text

ઉલ્લેખનીય છે કે સરકારપક્ષ દ્વારા દલીલ કરી જણાવાયું હતું કે જો જામીન આપવામાં આવે તો તપાસને નુકશાન થઈ શકે તેમ છે જેને પગલે નામદાર અદાલતે જામીન ફગાવાયા હતા, બીજી તરફ હવે ધારાસભ્યને જામીન મેળવવા હાઇકોર્ટ જવા તૈયારી શરૂ થયાનું જાણવા મળ્યું છે.

- text